રાજસ્થાનના રાજકારણમાં પરિવર્તનની લહેર યથાવત, જાદુગર ગાયબ તો કમળ ફરી પુરબહારે ખિલ્યુ, વાંચો રાજસ્થાનનું રાજકીય સમીકરણ
રાજસ્થાનની તમામ 200 બેઠક પર એક જ તબક્કામાં 25 નવેમ્બરે મતદાન થયુ હતુ. જ્યારે પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.તો રાજસ્થાનમાં અત્યાર સુધી સત્તા પર સરકાર બદલવાનો પરંપરા છે. અત્યાર સુધી રાજસ્થાનમાં એક પાર્ટી સતત બે વખત સત્તા પર આવી હોય તેવી ઘટના બની નથી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ છે.
આજે ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણીનું પરિણામ છે. જેમાં મતગણતરીમાં સ્પષ્ટ પણે રાજસ્થાનમાં કોની સત્તા આવશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. રાજસ્થાનની કુલ 200 વિધાનસભા બેઠક છે.જેમાં 33 બેઠક અનુસૂચિત જાતિ અને 25 બેઠક અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત છે.
જ્યારે બાકીની 142 બેઠક સામાન્ય વર્ગ માટે છે. રાજસ્થાનની તમામ 200 બેઠક પર એક જ તબક્કામાં 25 નવેમ્બરે મતદાન થયુ હતુ. જ્યારે પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.તો રાજસ્થાનમાં અત્યાર સુધી સત્તા પર સરકાર બદલવાનો પરંપરા છે. અત્યાર સુધી રાજસ્થાનમાં એક પાર્ટી સતત બે વખત સત્તા પર આવી હોય તેવી ઘટના બની નથી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ છે. તો કેરળમાં પણ આ જ પ્રકારની પરંપરા છે. જોવા મળે છે. તો જો રાજસ્થાનની વાત કરીએ તો લગભગ આ પરંપરા 30 વર્ષથી ચાલી આવી છે.
રાજસ્થાનમાં 1993માં ભાજપ 95 બેઠકો જીતીને સત્તા પર પાછા ફરવામાં સફળ થયું જ્યારે કોંગ્રેસને 76 બેઠકો મળી હતી.જ્યારે 1998માં કોંગ્રેસે 153 બેઠકો જીતી અને ભાજપે 33 બેઠકો જીતી.આ રીતે કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં મેળવી હતી. તો 2003માં ભાજપે 120 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 56 બેઠકો પર જીતી મેળવી હતી.આ રીતે ભાજપે કોંગ્રેસને હરાવીને સત્તા મેળવી હતી.
તો જ્યારે વિધાનસભા ચૂંટણી 2008ની વાત કરીએ તો કોંગ્રેસે 96 બેઠકો પર જીતી મેળવી હતી. જેમાં ભાજપે 78 બેઠકો જીતી હતી. કોંગ્રેસ સત્તામાં પાછી આવી, પરંતુ અન્યો સાથે સરકાર બનાવી.જ્યારે 2013ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 163 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી. ભાજપે પાંચ વર્ષ બાદ ફરી સત્તા કબજે કરી છે. તો 2018 વિધાનસભામાં કોંગ્રેસે 100 બેઠકો જીત મેળવી હતી. જ્યારે ભાજપને 73 બેઠકો મળી.આ રીતે કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં આવી હતી. તો વિધાનસભા 2024ની ચૂંટણીનું પરિણામ જોવાનું બાકી રહ્યુ છે.