હરિયાણામાં ભાજપની હેટ્રિક, જાણો ભાજપની જીતના મુખ્ય કારણ

વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપે હેટ્રિક નોંધાવી છે. એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા કે કોંગ્રેસની સરકાર બની રહી છે, પરંતુ આજના પરિણામોએ બધું પલટી નાખ્યું. સરકારને ખેડૂતો અને કુસ્તીબાજોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ભાજપ હેટ્રિક ફટકારવામાં સફળ રહ્યું છે.

હરિયાણામાં ભાજપની હેટ્રિક, જાણો ભાજપની જીતના મુખ્ય કારણ
Haryana
Follow Us:
| Updated on: Oct 08, 2024 | 7:57 PM

હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની છે. વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપે હેટ્રિક નોંધાવી છે. એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા કે કોંગ્રેસની સરકાર બની રહી છે, પરંતુ આજના પરિણામોએ બધું પલટી નાખ્યું. સરકારને ખેડૂતો અને કુસ્તીબાજોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ભાજપ હેટ્રિક ફટકારવામાં સફળ રહ્યું છે.

ભાજપની જીતના કારણ

હરિયાણામાં ભાજપની જીતનું એક મુખ્ય કારણ ઉમેદવારોની પસંદગી છે. ઘણા લોકોએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ ભાજપે ઘણા મોટા અને જૂના નેતાઓની ટિકિટો કાપીને યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપી હતી.

આ સાથે વંચિત અનુસૂચિત જાતિને ડિપ્રાઈવ્ડ શેડ્યુલ કાસ્ટનો દરજ્જો આપવાથી પાર્ટીને મોટો લાભ થયો હતો. હરિયાણામાં આ વર્ગનો 14 ટકા વોટ શેર છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હરિયાણાના ચૂંટણી પ્રભારી બન્યા બાદ તરત જ ધર્મેન્દ્ર પ્રધાને રોહતક, કુરુક્ષેત્ર, પંચકુલામાં પોતાનો કેમ્પ લગાવી દીધો હતો. હેલિકોપ્ટર દ્વારા મોટી સભા કરવાને બદલે તેઓ કારમાં ગ્રાઉન્ડ ઝીરો ગયા અને નાની સભાઓ કરી.

તેઓ કાર્યકર્તાઓ સાથે મીટીંગો કરતા રહ્યા, રીયલ ટાઈમ ફીડબેક લેતા અને લીડરશીપને માહિતગાર કરીને તરત જ ખામીઓને સુધારતા રહ્યા. તેમણે નારાજ નેતાઓને પણ સમજાવ્યા અને નબળા બૂથની ઓળખ કર્યા બાદ તેમણે અન્ય પક્ષોના મજબૂત કાર્યકરોને પણ અપનાવ્યા.

ધર્મેન્દ્ર પ્રધાને કાર્યકરોને કહ્યું હતું કે ટીવી અને સોશિયલ મીડિયા પર પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલી ગપસપથી નિરાશ ન થાઓ અને ગ્રાઉન્ડ પર બમણા ઉત્સાહ સાથે કામ કરો.

શિક્ષણ મંત્રીએ પાર્ટી કાર્યકર્તાઓને પીએમ મોદીના ભાષણ, મુદ્દાઓ અને યોજનાઓને ગ્રાઉન્ડ ઝીરો પર લોકો સુધી પહોંચાડવા કહ્યું. તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકારના વિશ્વાસને ગ્રાઉન્ડ પર ઉતારવો પડશે.

આ સમગ્ર ચૂંટણી દરમિયાન વ્યૂહાત્મક રીતે પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને દૂર રાખવામાં આવ્યા હતા અને નાયબ સિંહ સૈનીને આગળ રખવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">