Gujarat Election 2022 : સૌરાષ્ટ્રમાં ચૂંટણીપંચની તૈયારીઓ આખરી તબક્કામાં, અનિચ્છનીય ઘટના અટકાવવા પોલીસ હવે એલર્ટ પર

|

Nov 30, 2022 | 2:39 PM

સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લા મળીને કુલ 89 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રમાં ચૂંટણીપંચની તૈયારીઓ આખરી તબક્કામાં, અનિચ્છનીય ઘટના અટકાવવા પોલીસ હવે એલર્ટ પર
Gujarat First Phase Election Voting

Follow us on

Gujarat First Phase Election 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લા મળીને કુલ 89 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જામનગરની 5 વિધાનસભા બેઠકના 1289 કેન્દ્ર પર મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. જેને લઈ વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે.  1289 મતદાન કેન્દ્રો પર EVM અને વીવીપેટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  જો કોઈ EVM બગડે તેવા સંજોગોમાં તાત્કાલિક બદલી શકાય તે માટે વધારાના EVM ની પણ ફાળવણી કરવામાં આવી છે. જ્યારે 2900થી વધારે પોલીસ જવાન અને હોમગાર્ડ બંદોબસ્તમાં તૈનાત કરાયા છે.

તમામ બુથો પર સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા

તો ભાવનગર શહેર અને જિલ્લાની 7 બેઠક પર થનાર મતદાનને લઈને શામળદાસ કોલેજથી EVM અને સ્ટાફની ફાળવણી કરાઈ છે. કુલ 1 હજાર 868 મતદાન મથકો પર આ મતદાન થશે. 8 હજાર 858 ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓને મુકાયા છે. તો તમામ બુથો પર 5 હજાર સુરક્ષા કર્મીઓ પોલીસ, હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મતદાન મથક પરથી લાઈવ વેબ કાસ્ટિંગ થશે

ધોરાજીમાં પણ મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરાઇ છે .ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખીયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સર ભગવતસિંહજી હાઇસ્કૂલમાં EVM ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ છે. 28 ઝોનલ ઓફિસર અને આસીસ્ટન્ટ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેતપુરમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જેતપુર, જામકંડોરણા, વડિયા સહિત 300 મતદાન મથક છે જેમાં જેતપુર-જામકંડોરણામાં 90 મતદાન મથક ક્રિટિકલ મથક જાહેર કરાયા છે. જ્યારે 150 મતદાન મથક પર લાઈવ વેબ કાસ્ટિંગ થશે. જેતપુર-જામકંડોરણામાં કુલ 1705 પોલિંગ સ્ટાફ, 32 સેક્ટર મેજિસ્ટ્રેટ સાથે ખડેપગે તૈનાત રહેશે.

Published On - 2:27 pm, Wed, 30 November 22

Next Article