મતદાન જાગૃતિ માટે અનોખી રીત, દૂધની થેલી થકી રોજ સાડા પાંચ લાખ ઘરોમાં જશે મતદાનનો સંદેશો

|

Nov 16, 2022 | 5:10 PM

મતદાન (voting) કરી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવાનો સંદેશો ઘરઘર સુધી પહોંચાડવા માટે બરોડા ડેરી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડેરી દ્વારા દૂધના પાઉચમાં અવસરના લોગો પ્રિન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મતદાન જાગૃતિ માટે અનોખી રીત, દૂધની થેલી થકી રોજ સાડા પાંચ લાખ ઘરોમાં જશે મતદાનનો સંદેશો
મતદાન જાગૃતિ માટે અનોખી રીત

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને વિવિધ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી સાર્થક ત્યારે બને છે જ્યારે મતદારો યોગ્ય રીતે મતદાન કરવા જાય. કારણકે લોકશાહીના ઉત્સવમાં એક એક વોટ કિંમતી હોય છે, ત્યારે ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. હવે દૂધની થેલી થકી રોજ સાડા પાંચ લાખ ઘરોમાં મતદાન જાગૃતિનો સંદેશો જશે. બરોડા ડેરી દ્વારા દૂધની થેલી ઉપર અવસર અભિયાનનો લોગો પ્રિન્ટ કરવાનો પ્રારંભ થયો છે.

ગુજરાત વિધાનસભાની વર્તમાન સામાન્ય ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદરવામાં આવેલા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે બરોડા ડેરી દ્વારા દૂધના પાઉચ ઉપર અવસર અભિયાનના લોગો પ્રિન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે પ્રતિદિન સાડા પાંચ લાખ ઘરોમાં મતદાન કરવા માટેનો સંદેશો પહોંચતો થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરની સૂચનાના પગલે અવસર (ઓલ વોટર્સ સ્પિરિટેડ, અવેર એન્ડ રિસ્પોન્સીબલ) અભિયાનના નોડેલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જિલ્લા સહકાર વિભાગ અને બરોડના ડેરીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં આ અભિયાનને ઘરઘર સુધી પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના ભાગ રૂપે 500થી પણ વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂંટણી તંત્ર દ્વારા સમજૂતી કરારો કરી મતદાન કરવા અને કરાવવા માટે અભિયાનમાં જોડવવાનું નિયત કરવામાં આવ્યું હતું.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

મતદાન કરી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવાનો સંદેશો ઘરઘર સુધી પહોંચાડવા માટે બરોડા ડેરી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડેરી દ્વારા દૂધના પાઉચમાં અવસરના લોગો પ્રિન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બરોડા ડેરી દ્વારા પ્રતિદિન સાડા પાંચ લાખ પાઉચ દૂધનું વિતરણ કરવામાં આવે છે. એનો મતલબ એ કે રોજના આટલા ઘરો સુધી મતદાન કરવાનો સંદેશો જશે. વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત છોટા ઉદેપુર તથા તિલકવાડા સુધી બરોડા ડેરીના દૂધનું વિતરણ કરવામાં આવે છે. પ્રતિદિન 140 જેટલા મિલ્ક કેરિયર દ્વારા આટલા વિસ્તારને આવરી લેવામાં આવે છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 5:09 pm, Wed, 16 November 22

Next Article