AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ધોરાજીમાં ડેપ્યુટી કેલક્ટરના માર્ગદર્શનમાં ડિસ્પેચ થયા EVM, મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ

ચૂંટણી  પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ત્યારે ધોરાજીના (Dhoraji ) ભૂતવડ ગામે દિવ્યાંગ લોકો માટે ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મતદાન મથક પર તમામ ચૂંટણી સ્ટાફ દિવ્યાંગ જ રાખવામાં આવ્યો છે.

Gujarat Election 2022: ધોરાજીમાં  ડેપ્યુટી કેલક્ટરના માર્ગદર્શનમાં ડિસ્પેચ થયા EVM,  મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ
ધોરાજીમાં મતદાન અંગેની તૈયારીઓ પૂર્ણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 3:38 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:   ગુજરાતમાં આવતીકાલે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તંત્ર સજ્જ છે ત્યારે ધોરાજીમાં પણ મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ધોરાજીમાં ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખીયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સર ભગવતસિંહજી હાઇસ્કૂલમાં EVM ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 28 ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વખતે મહિલા સશક્તિકરણને ધ્યાને લઇને ધોરાજીમાં 7 સખી મતદાન મથક પણ કાર્યરત કરવામાં આવશે. સખી મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તથા ભૂતવડ ગામે ખાસ દિવ્યાંગ લોકો માટે મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મતદાન મથક પર તમામ ચૂંટણી સ્ટાફ દિવ્યાંગ જ રાખવામાં આવ્યો છે.

ચૂંટણી પંચના  કમિશ્નર પી. ભારતીએ જણાવ્યું હતું કે આ પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર EVM અને VVPATનું વ્યવસ્થાપન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે. ચૂંટણી  પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો  બાકી છે.  ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન  થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">