TV9 Exit Polls 2022 : ગુજરાતમાં ફરી બની શકે છે ભાજપની સરકાર,125-139 બેઠક મળવાનું અનુમાન

|

Dec 05, 2022 | 7:18 PM

TV9 Exit Polls 2022 : ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું, જેના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. તે પહેલા આજે એક્ઝિટ પોલ આવ્યો છે, જાણો કોણ જીતશે જંગી બહુમતીથી શું કહે છે એક્ઝિટ પોલ સર્વે

TV9 Exit Polls 2022 : ગુજરાતમાં ફરી બની શકે છે ભાજપની સરકાર,125-139 બેઠક મળવાનું અનુમાન

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે. હવે એક્ઝિટ પોલ દ્વારા ખબર પડશે કે આ રાજ્યોમાં કોની સરકાર બની શકે છે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે. શું કહે છે ગુજરાત. કોની સંખ્યા વધી રહી છે, કોને નુકસાન થઈ રહ્યું છે અને કોને ફાયદો થઈ રહ્યો છે તે જોવા મળે છે. ગુજરાતમાં આ વખતે પણ ભાજપનું આવશે કે આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળશે, કોગ્રેસનો હાથ ફરી મજબૂત થશે. સૌથી મોટા એક્ઝિટ પોલના સર્વે શું કહે છે તે જાણિયે.

એક્ઝિટ પોલના સર્વે આંકડા

એક્ઝિટ પોલના સર્વે આંકડા બહાર આવ્યા છે, સતાનું સમીકરણ આ વખતે પણ ભાજપની જંગી જીત દર્શાવી રહ્યુ છે. TV 9 ગુજરાતી એક્ઝિટ પોલ સર્વેના આંકડા દર્શાવે છે કે ભાજપને 125 થી 130 સીટ પર જીત મળી શકે છે. કોગ્રેસને 40 થી 50 સીટ અને આમ આદમી પાર્ટી કે જે આ વર્ષે ગુજરાત પ્રચારમાં ખુબ એક્ટીવ રહી તેને સર્વે 3 થી 5 સીટ આવે તેવી સંભાવના બતાવી છે, આ ઉપરાંત અપક્ષને 3 થી 7 સીટ આવવાની સંભાવના છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

Tv9ના એક્ઝીટ પોલમાં ભાજપને મળી શકે છે સ્પષ્ટ બહુમતી

ગુજરાત ઈલેક્શન એક્ઝીટ પોલ 2022: Tv9ના એક્ઝીટ પોલમાં ભાજપને મળી શકે છે સ્પષ્ટ બહુમતી

  • ભાજપને 125 થી 130 બેઠકો
  • કોંગ્રેસને 40થી 50 બેઠકો
  • આમ આદમી પાર્ટીને 3 થી 5 બેઠકો
  • અન્યોને 3થી 7 બેઠકો મળશે

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન

ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર ટકા મતદાન નોંધાયું , જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં 3 અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં અંદાજે સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું છે.

Published On - 6:52 pm, Mon, 5 December 22

Next Article