Rajkot: ધોરાજીમા ભાજપ ઉમેદવારે જીતની ઉજવણી કરી, બાળકોને મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી
ધોરાજી ઉપલેટા ની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા નું ધોરાજી ખાતે વિશાળ વિજય સરઘસ યોજાયું હતું જેમાં ધોરાજી શહેર તથા તાલુકાભર માથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કોંગ્રેસના ગઢ ગણાતા એવા ધોરાજીમા ભાજપ એ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવી અને ધોરાજી ઉપલેટા વિધાનસભાની સીટ ભાજપે કબજે કરી છે. જેમા છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કોંગ્રેસનું શાસન હતું અને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લલિત વસોયા અને ભાજપમાંથી મહેન્દ્ર પાડલીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ધોરાજી ઉપલેટા પીચોતેર વિધાનસભાની સીટ પર આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આમ ત્રણેય વચ્ચે ત્રિપાઠીઓ જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા ની 11,800 મતે જીત થઈ હતી જીત બાદ મહેન્દ્ર પાડેલીયા સર્વપ્રથમ ધોરાજીની ફરેની રોડ ઉપર આવેલ સરકારી તાલુકા શાળા નંબર 2 ના બાળકો ને મીઠાઈ ખવડાવી અને જીત ની ખુશી વ્યક્ત કરી હતી
50 ફોર વ્હીલર અને 100 જેટલી બાઇક સાથે વિશાળ વિજય સરઘસ નીકળ્યું
ધોરાજી ઉપલેટા ની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા નું ધોરાજી ખાતે વિશાળ વિજય સરઘસ યોજાયું હતું જેમાં ધોરાજી શહેર તથા તાલુકાભર માથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ વિજય સરઘસ માં ઠેર ઠેર સ્થાનિકો દ્વારા અને વેપારીઓ દ્વારા વિજય બનેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાનું પુષ્પ વર્ષા કરી અને સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં વિજય સરઘસમા પ્રદેશ અને જિલ્લા ભાજપમાંથી આગેવાનો જોડાયા લઘુમતી સમાજ ના આગેવાનો દ્વારા પણ મહેન્દ્ર પાડલીયાનુ સ્વાગત કરાયુ છે. જેમાં ભાજપ ના વિજય થયેલા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા ના વિજય થતાં ભાજપ માં એક ખુશી ની લહેર જોવા મળી હતી આ સીટ ને કોંગ્રેસ ના હાથ માંથી છીનવી લેવામાં ભાજપ આ ટર્મ માં સફળ થયું હતું ત્યારે આજ રોજ યોજાયેલ વિજય સરઘસ માં પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા જિલ્લા ભાજપ ના આગેવાનો અને કડવા પાટીદાર સમાજ ના ઉદ્યોગપતિ આગેવાન પુનિત ચોવટીયા જગદીશભાઈ કોટડીયા કાંતિભાઈ માકડીયા સહિતના અને આહીર સમાજના આગેવાન એવા રસિકભાઈ ચાવડા સહિતનાઓ વિજય સરઘસમાં જોડાયા હતા લઘુમતી ભાજપ ના આગેવાનો દ્વારા પણ મહેન્દ્ર પાડલીયા નું ફૂલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું હતું
બાળકોને મોઢું મીઠું કરાવી અને વિજયની ખુશી મનાવતા મહેન્દ્ર પાડલીયા
વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ના બીજા જ દિવસે મહેન્દ્ર પાડલીયા એ ધોરાજીના અતિ ગરીબ અને પછાત વિસ્તારની સરકારી શાળા નંબર- બે ના બાળકોને મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
(With Input, Hussain Qureshi, Dhoraji, Rajkot)