Rahul Gandhi નો મોટો આક્ષેપ, કહ્યું યુપીએ સરકારે બનાવેલા આદિવાસી કાયદાઓ ભાજપ નબળા પાડી રહ્યું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર ઝુંબેશ પુરજોશમાં છે . જેમાં પીએમ મોદી અને અમિત શાહ હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર યુપીએ સરકારે બનાવેલા આદિવાસીઓને સશક્ત બનાવેલા કાયદાઓને નબળા પાડી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર ઝુંબેશ પુરજોશમાં છે . જેમાં પીએમ મોદી અને અમિત શાહ હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર યુપીએ સરકારે બનાવેલા આદિવાસીઓને સશક્ત બનાવેલા કાયદાઓને નબળા પાડી રહ્યું છે. તેમજ કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવ્યા પછી તેને મજબૂત કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં જલગાંવ-જામોદ ખાતે આદિવાસી મહિલા કાર્યકર્તા સંમેલનને સંબોધતા ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ દેશના “પ્રથમ માલિક” છે અને અન્ય નાગરિકોની જેમ તેમને સમાન અધિકારો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પંચાયતો અધિનિયમ, વન અધિકાર અધિનિયમ, જમીન અધિકાર, પંચાયત રાજ અધિનિયમ અને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત જેવા કાયદાઓને નબળા પાડી રહ્યું છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે વડાપ્રધાન મોદી આદિવાસીઓને ‘વનવાસી’ કહે છે. ‘આદિવાસી’ અને ‘વનવાસી’ શબ્દોના અલગ અલગ અર્થ છે. “વનવાસી એટલે કે તમે માત્ર જંગલોમાં જ રહી શકો, શહેરોમાં નહીં, તમે ડોક્ટર અને એન્જિનિયર ન બની શકો અને એરોપ્લેનમાં મુસાફરી કરી શકતા નથી,
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ” વડાપ્રધાન આદિવાસીઓની જમીન છીનવીને ઉદ્યોગપતિ મિત્રોને આપવા માગે છે.જ્યારે અમે સત્તામાં આવીશું, અમે આ કાયદાઓને મજબૂત કરીશું અને તમારા કલ્યાણ માટે નવા કાયદા બનાવીશું. ગાંધીએ કહ્યું કે તેમના દાદી ઈન્દિરા ગાંધી કહેતા હતા કે આદિવાસીઓ દેશના પ્રથમ માલિક છે. જો તમે આદિવાસીઓની સંસ્કૃતિ અને ઈતિહાસને નહીં સમજો તો તમે દેશને સમજી શકશો નહીં,”