Gujarat Election 2022: અમરેલીમાં PM મોદીનું સંબોધન, 20 વર્ષમાં અમે ગુજરાતમાં પાયાને મજબુત કર્યો, હવે હરણફાળ ભરવાનો સમય, જે કોંગ્રેસ નહીં કરી શકે

PMએ સંબોધનની શરુઆતમાં જ જણાવ્યુ કે જીવરાજ મહેતા (Jivraj Mehta) એવા મુખ્યમંત્રી હતા જે અમરેલીના હતા. પણ મોદી એવા મુખ્યમંત્રી હતા અમરેલી જેમનું હતું. અમરેલીના ધરા સંત યોગીઓની ધરા છે. કર્મયોગીઓની ધરા છે. આ સાહિત્યને સમૃદ્ધ કરનારી અમરેલીની તાકાત છે.

Gujarat Election 2022: અમરેલીમાં PM મોદીનું સંબોધન, 20 વર્ષમાં અમે ગુજરાતમાં પાયાને મજબુત કર્યો, હવે હરણફાળ ભરવાનો સમય, જે કોંગ્રેસ નહીં કરી શકે
અમરેલીમાં PM મોદીએ સંબોધી સભા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 4:32 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વડાપ્રધાને ધોરાજીમાં સભા ગજવ્યા બાદ અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં સભા ગજવી. જેમાં તેમણે ગુજરાતમાં ભાજપની સરકારે કેટલા વિકાસ કામો કર્યા અને કેટલાક બદલાવ આવ્ચા તેની વાત કરી. ગુજરાતમાં વિકાસનો પાયો જ ભાજપે 20 વર્ષના શાસન દરમિયાન મજબુત કર્યો હોવાનું જણાવ્યુ. સાથે જ કહ્યુ કે હવે હરણફાળ ભરવાનો સમય આવ્યો છે. જે કામ કોંગ્રેસ નહીં કરી શકે. તેમણે સંબોધનની શરુઆતમાં જ જણાવ્યુ કે જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા જે અમરેલીના હતા. પણ મોદી એવા મુખ્યમંત્રી હતા અમરેલી જેમનું હતુ. અમરેલીના ધરા સંત યોગીઓની ધરા છે. કર્મયોગીઓની ધરા છે. આ સાહિત્યને સમૃદ્ધ કરનારી અમરેલીની તાકાત છે. અહીંની કલમમાં પણ ધાર છે અમે અહીંની તલવારમાં પણ ધાર છે. અમરેલીમાં હજારો લોકો માટે રોજગારના નવા અવસર ઉભા થયા.

PMએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

PM મોદીએ ભાજપના શાસનકાળમાં થયેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું. 2017માં અમરેલી જિલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસે ભાજપને માત આપી હતી. ત્યારે પીએમે આ બાબતનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિકાસ ફક્ત આજની પેઢી માટે નહીં પરંતુ આવનારી પેઢી માટે પણ જરૂરી છે, જે કોંગ્રેસ ક્યારેય નહીં કરી શકે. તમે ગત વખતે કોંગ્રેસના લોકોને ચૂંટીને મોકલ્યા પણ તેમણે અમરેલી માટે કંઇ નથી કર્યું.

કોંગ્રેસનો એક પણ વ્યક્તિ તમારું ભલું નહીં કરી શકે આથી તમારો કિંમતી મત ન બગાડતા. આ ઉપરાંત પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રે અમરેલીએ મેળવેલી ઉપલબ્ધિઓ પણ જણાવી. પીએમે જણાવ્યું કે આગામી વર્ષે દુનિયા મિલેટ યર એટલે કે બાજરીના વર્ષ તરીકે મનાવશે. ત્યારે જાફરાબાદની બાજરીની વિશ્વભરમાં માગ હશે.

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

પીપાવાવ અમરેલીની સુરત બદલશે: PM મોદી

આજે પીપાવાવ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર બની રહ્યુ છે. પીપાવાવ એ મારા અમરેલી જિલ્લાની સકલ સુરત બદલવાનું છે. ઉત્તર ભારતને જોડનારો ડેડીકેટેડ ફ્લીટ કોરિડોર પીપાવાવ બંદર સાથે જોડાશે.એટલે કે ઉત્તર ભારતનો જે કઇ બધો સામાન છે. તે પીપાવાવ પોર્ટ આવશે એટલે અમરેલી જિલ્લો સમૃદ્ધિનું કેન્દ્ર બનવાનો છે. ઇતિહાસમાં આ નવુ ચેપ્ટર ઉમેરાઇ જવાનું છે. ડેડીકેટેડ ફ્લીટ કોરિડોરને કારણે કૃષિને પણ ઘણો ફાયદો થવાનો છે. ઉદ્યોગોને પણ ઘણો ફાયદો થવાનો છે.

અમરેલીના ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યુ: PM મોદી

આપણે પાણી મેળવવા માટે જે પ્રયત્નો કર્યા તે વરુણ દેવતાએ પણ જોયા. વરુણ દેવે વિચાર્યુ કે વરસવુ હોય તો અમરેલી જઇને વરસુ અને અમરેલીને પાણીની સમસ્યાથી મુક્તિ અપાઉ. આ આપણા જીવનની અંદર બદલાવ આવ્યો છે. આજે અમરેલીના ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચે છે. અમે ગુજરાતના ગામે ગામના વિકાસ માટે જહેમત કરી રહ્યા છે.

પાણી અને વીજળીની સમસ્યા હલ કરી: PM મોદી

આજે આપણે ખેતીને નફાની દિશામાં લઇ જવાનું કામ કરી રહ્યા છીએ. બે દશક પહેલા આના વિશે કોઇ વિચારી પણ શકતુ ન હતુ. આપણા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણે ચલાવ્યુ. સાથે સાથે વીજળીના સંકટમાંથી પણ તેમને મુક્તિ અપાઇ. પહેલા ટ્રાન્સફોર્મર બળી જતા તો તેને બદલતા બદલતા બે-ત્રણ મહિના જતા રહે. સીઝન પુરી થઇ જાય અને પાક બરબાદ થઇ જાય, આજે આપણે ફોન કરોને ટ્રાન્સફોર્મર બદલાઇ જાય તેવો જમાનાને બદલી દીધો છે.

ગુજરાતના ખુણે ખુણે પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવ્યુ: PM મોદી

કૃષિ રથથી બીજથી લઇને બજારમાં પાક કેવી રીતે લાવવો તે રીતે તૈયાર કરવાનું કામ આપણે કર્યુ છે.આજે 70 હજાર કિલોમીટરનું પાણી માટેનું નેટવર્ક ગુજરાતના ખુણે ખુણે પહોંચાડવાનો પ્રયાસ આપણે કર્યો છે. આપણે આખા દેશમાં ન માત્ર માણસોના રસીકરણ પરંતુ પશુઓના રસીકરણનું પણ અભિયાન ચલાવ્યુ છે. આપણે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલકોને આપી રહ્યા છે. માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે.

અમરેલીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે: PM મોદી

સુકાભઠ ગુજરાતમાં આજે અનાજનું ઉત્પાદન પહેલાની તુલનામાં ડબલ થવા માંડ્યુ છે. દુધનું ઉત્પાદન પણ અઢી ગણુ વધી ગયુ છે. શાકભાજીનું ઉત્પાદન ચાર ગણું વધી ગયુ છે. આજે ગુજરાતમાં ફળોનું ઉત્પાદન ત્રણ ગણુ વધ્યુ છે. કમલમની ખેતી પણ વિદેશમાં જઇ રહી છે. અમરેલી જિલ્લો પણ ફળફળાદીની દિશામાં આગળ વધી રહ્યો છે. અમરેલીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

બે હજાર રુપિયાની યુરિયાની થેલી ખરીદી સરકાર ખેડૂતને 270 માં આપે છે : PM મોદી

કિસાન સન્માન નિધિ યોજના થકી ગુજરાતના 60 લાખ ખેડૂતોને 12 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. જેના કારણે ખેડૂતોની ખરીદ શકિત વધી છે. સરકાર 2 હજાર રુપિયાની યુરિયાની થેલી બહારથી ખરીદી ખેડૂતોને માત્ર 270 રુપિયામાં પહોંચાડી રહી છે. ખેડૂત નબળો ન પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે. તેમણે કહ્યુ કે બે દસકમાં શિક્ષણની સ્થિતિ પણ સુધરી છે. ગુજરાતમાં ત્રણ કરોડ જેટલા મકાનો બન્યા છે. જે બહેનોના નામે કર્યા છે. આ ગુજરાતનો પાયો મજબુત કરવાનું કામ આપણે 20 વર્ષ કર્યુ છે. હવે હરણફાળ ભરવાનો સમય આવ્યો છે. જે કોંગ્રેસ નહીં કરી શકે.

g clip-path="url(#clip0_868_265)">