વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કરાવ્યુ પ્રસ્થાન, ટ્રેનમાં બેસીને ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીની કરી મુસાફરી
આજે PM મોદીએ (PM Modi) ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને (Vande Bharat Train) લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ છે. ગાંધીનગરથી મુંબઈની વચ્ચે આ સેમી હાઇસ્પીડ ટ્રેન દોડશે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. જે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં (Gandhinagar) રેલવે સ્ટેશનમાં વંદે ભારત ટ્રેનનું (Vande Bharat Train) નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનની વિશેષતાઓ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની કુમાર, રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પછી વડાપ્રધાને ટ્રેનની મુસાફરી પણ કરી હતી.
આજે PM મોદી ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ છે. ગાંધીનગરથી મુંબઈની વચ્ચે આ સેમી હાઇસ્પીડ ટ્રેન દોડશે.આ ટ્રેન માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોચાડશે. વડાપ્રધાને સવારે લગભગ 10.30 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશનથી સેમી હાઈ સ્પીડ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીની મુસાફરી કરી હતી અને આસપાસના લોકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
PM @narendramodi is on board the #VandeBharatExpress from Gandhinagar to Ahmedabad#TV9News pic.twitter.com/hRu4Yalk6a
— Tv9 Gujarati (@tv9gujarati) September 30, 2022
થોડા દિવસ પહેલા કરાયુ હતુ સફળ ટ્રાયલ
વંદે ભારત ટ્રેનની વિશેષતા અંગે વાત કરીએ તો વંદે ભારત ટ્રેન દેશમાં જ વિકસિત કરવામાં આવેલી ‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પહેલી ટ્રેન છે. જે GSM / GPRS, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર જેવી સુવિધાઓ અને 0 થી 100 કિમી સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરનારી ટ્રેન છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. અને હવે PM મોદીના હસ્તે લોકો માટે ટ્રેનને દોડતી મુકશે.
ઘણી વિશિષ્ટ છે વંદે ભારત ટ્રેન
દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસવાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ રીતે, અંધ મુસાફરોની સુવિધા માટે સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે, જેથી આવા મુસાફરો પોતાની સીટ્સ સુધી સરળતાથી પહોંચી શકે.
એટલું જ નહીં, આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ જાય છે વંદે ભારત ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂ. 100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.