અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડમાં PM મોદીએ વિશાળ સભાને સંબોધી, કહ્યુ- વંદે ભારત એ બદલતા ભારતની ટ્રેન

|

Sep 30, 2022 | 3:50 PM

નવરાત્રીના (Navratri 2022) પર્વમાં રાત્રે ઉજાગરા કર્યા બાદ પણ વડાપ્રધાનને (PM Narendra Modi) સાંભળવા આવેલા લોકોનો તેમણે આભાર વ્યક્તિ કર્યો હતો. વડાપ્રધાને કહ્યુ હતુ કે અમદાવાદીઓએ આજે મારુ દીલ જીતી લીધુ છે.

અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડમાં PM મોદીએ વિશાળ સભાને સંબોધી, કહ્યુ- વંદે ભારત એ બદલતા ભારતની ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Follow us on

વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) અને મેટ્રો ટ્રેનની શરુઆત કરાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) અમદાવાદમાં વિશાળ જનસભા સંબોધી હતી. વડાપ્રધાને ભારત માતા કી જયના નારા સાથે સંબોધન શરુ કર્યુ હતુ. નવરાત્રીના (Navratri 2022) પર્વમાં રાત્રે ઉજાગરા કર્યા બાદ પણ વડાપ્રધાનને સાંભળવા આવેલા લોકોનો તેમણે આભાર વ્યક્તિ કર્યો હતો. વડાપ્રધાને કહ્યુ હતુ કે અમદાવાદીઓએ આજે મારુ દીલ જીતી લીધુ છે. સાથે જ અમદાવાદને મેટ્રો અને વંદે ભારત ટ્રેન જેવી ભેટ આપવાને લઇને વડાપ્રધાને કહ્યું હતુ કે, આત્મનિર્ભર ભારત માટે આ એક ઐતિહાસિક દિવસ છે. શહેરોમાં હવે ટ્રાન્સપોર્ટ માટેના વિકલ્પો વધ્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે વંદે ભારત ટ્રેન એ બદલતા ભારતની ટ્રેન છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજ દૂરદર્શન કેન્દ્રથી અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં હાજર જનમેદનીએ મોદી મોદીના નારાથી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તો સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. જે પછી વડાપ્રધાને ભારત માતા કી જયના નારા સાથે પોતાનું સંબોધન શરુ કર્યુ હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, વંદે ભારત ટ્રેન દ્વારા કાલુપુર પહોંચીને ત્યાંથી મેટ્રોની મુસાફરી કરી હતી અને ત્યારબાદ થલતેજ પહોંચ્યા હતા અને હું નિશ્ચિત સમય કરતાં વહેલો કાર્યક્મ સ્થળે પહોંચ્યો છું.

અમદાવાદીઓએ મારું દિલ જીતી લીધું

વડાપ્રધાને વિશાળ જનમેદનીને કહ્યું હતું કે, આજે આત્મનિર્ભર ભારત માટે ઐતિહાસિક દિવસ છે. શહેરોમાં હવે ટ્રાન્સપોર્ટ માટેના વિકલ્પો વધ્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, ત્યારે નવરાત્રીના તહેવારમાં ઉજાગરા હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહીને અમદાવાદીઓએ મારું દિલ જીતી લીધું છે.

‘અમદાવાદી મુસાફરો ગણતરીમાં પાકા’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદી મુસાફર ખૂબ ગણતરી સાથે ચાલે છે અને ઓછા સમયમાં તેમજ વાજબી ભાડામાં પહોચાય તે વધારે પસંદ કરે છે. તેમણે કહ્યુ કે ગાંધીનગર તેમજ અમદાવાદ ટ્વિન સિટીના વિકાસના ઉત્તમ ઉદાહણ છે. સામાન્ય જનની સુવિધા કેવી રીતે વધે તેમના માટે સિમલેસ કનેક્ટિવિટી વધે તે જોવું અનિવાર્ય છે. દેશને નવી ઉંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે આગળ વધવાનું હોય છે. પ્રથમ વાર એવો રેકોર્ડ બન્યો છે દેશમાં પ્રથમ વાર 32 કિલોમીટર લાંબો રૂટ શરૂ થયો છે. તેમજ રેલવે લાઇનની ઉપરથી મેટ્રો પસાર થઈ રહી છે.

વંદે ભારત ટ્રેનમાં પ્લેન જેવો અનુભવ થશે: PM

આજે 21મી સદીના ભારત માટે, અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર બની રહેલા ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે. સાથે જ વડાપ્રધાને જણાવ્યું હતું કે મેટ્રોના ફેઝ 2માં ગાંધીનગરને પણ જોડી દેવામાં આવશે. તો વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને પ્લેન જેવો અનુભવ થશે તેમજ સમયની બચત સાથે લક્ઝરી ટ્રેનનો અનુભણ પણ કરી શકાશે. આજે પરિવહનની સુવિધા વધારીને મુખ્ય શહેરની આસપાસના વિસ્તારને પણ વિકસિત કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ જુએ કે મેટ્રોનું બાંધકામ કેવી રીતે કરવામાં આવ્યું: PM

વડાપ્રધાને જણાવ્યુ કે, આઝાદીના અમૃતકાળમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ આપવો પડશે. સાથે જ ગુજરાતીઓને વિનંતી કરીશ કે તેમના બાળકોને પણ આ ટ્રેનની તેમજ મેટ્રો સ્ટેશનની મુલાકાત કરાવે, જેથી નવી પેઢી સમજે કે કેવી કેવી ટેકનોલોજી દ્વારા જમીનમાં આટલી ઉંડાઈએ ખોદકામ કરીને મેટ્રો માટેનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે શિક્ષણ વિભાગને પણ સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓને મેટ્રોના બાંધકામ તેમજ ટેકનોલોજી અંગે માહિતી આપે. દેશના વિકાસ માટે પરિવહન કેટલું જરૂરી છે તે ભવિષ્યની પેઢી સમજે તે જરૂરી છે.

 

 

180 કિલોમીટરની સ્પીડ ધરાવતી ટ્રેન બદલશે દેશની દશા અને દિશા

વડાપ્રધાને પોતાના સંબોધનમાં વંદે ભારત ટ્રેનની વિશેષતા જણાવતા કહ્યું હતું કે, આ ટ્રેન દેશની દશા અને દિશા બંને બદલશે. સાથે જ મેટ્રો જેવા પરિવહનના વિકલ્પ પ્રદૂષણને ટાળવા મહત્વના બની રહેશે. તેમજ શહેરોના ગરીબ, મધ્યમ વર્ગના લોકોને પ્રદૂષણ ફેલાવતી બસોથી છુટકારો મળે, તે માટે ઇલેક્ટ્રિક બસો બનાવવા અને ચલાવવા માટે FAME યોજના શરૂ કરી, આ યોજના હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ ઇલેક્ટ્રિક બસોને મંજૂરી આપી દેવામાં આવી છે.

Published On - 3:24 pm, Fri, 30 September 22

Next Article