PM Modi સાથે સંકળાયેલી છે શક્તિ અને ભક્તિ, અંબાજી મંદિરની અઢી દાયકા પહેલાની ‘લોક શક્તિ યાત્રા’, જેણે રાજકારણમાં આગળ વધવાનો વિચાર રોપ્યો

પીએમ નરેન્દ્ર મોદીને (PM Modi) માતા અંબાજીમાં અતૂટ શ્રદ્ધા છે. અહીંના લોકોના કહેવા પ્રમાણે, બાળપણથી જ પીએમ નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવતા હતા. આ પછી, જ્યારે તેણે રાજકીય જીવનમાં (Political Life) પદાર્પણ કર્યું, તે પછી તેમનો વિશ્વાસ વધુ વધ્યો છે.

PM Modi સાથે સંકળાયેલી છે શક્તિ અને ભક્તિ, અંબાજી મંદિરની અઢી દાયકા પહેલાની 'લોક શક્તિ યાત્રા', જેણે રાજકારણમાં આગળ વધવાનો વિચાર રોપ્યો
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 1:42 PM

ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે મોટી અને મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શક્તિપીઠની મુલાકાત લે છે. જેમ કે લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી કેદારનાથ (Kedarnath) ગયા હતા ત્યાં તેણે તપ પણ કર્યું. આ સાથે હવે જો વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની ચૂંટણી ખૂબ મહત્વની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના ગુજરાત પ્રવાસે શક્તિપીઠ અંબાજી (Shakti Peeth Ambaji)જશે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીને માતા અંબાજીમાં અતૂટ શ્રદ્ધા છે. અહીંના લોકોના કહેવા પ્રમાણે, બાળપણથી જ પીએમ નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવતા હતા. આ પછી, જ્યારે તેણે રાજકીય જીવનમાં પદાર્પણ કર્યું, તે પછી તેમનો વિશ્વાસ વધુ વધ્યો છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે માતા શક્તિનું સ્વરૂપ છે અને માતાએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા આપી છે. તેમનો દાવો છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ પણ વડાપ્રધાન અવાર-નવાર અહીં આવતા હતા અને તેઓ વડાપ્રધાન બન્યા બાદ પણ અહીં આવ્યા છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ઘણી વાર ગરબા રમતાં જોવા મળ્યા PM

પીએમ મોદી તેમના ઘરે વડનગરથી અવારનવાર અંબાજી મંદિરના દર્શન કરવા આવતા હતા. ત્યાર બાદ જ્યારે તેઓ અમદાવાદ શિફ્ટ થયા ત્યારે પણ તેઓ અંબાજીના દર્શન કરવા આવતા હતા. PM મોદી નવરાત્રી દરમિયાન માતાના ઉપવાસ પણ રાખે છે અને માતામાં તેમને અપાર શ્રદ્ધા છે. તેઓ અવાર-નવાર જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે શક્તિપીઠ પર દર્શનાર્થે જતા હોય છે. તેમને ગરબા રમવાનો પણ અનેરો ઉત્સાહ છે. તેઓ ઘણીવાર ગરબા રમતાં જોવા મળ્યા છે.

પીએમ મોદી અને અંબાજી શક્તિ પીઠ એક સિક્કાની બે બાજુઓ

આજથી અઢી દાયકા પહેલાં PM મોદીએ અંબાજીમાંથી ‘લોક શક્તિ યાત્રા’ કાઢી હતી. તે દર્શાવે છે કે તેને માતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ જ વિશ્વાસે નરેન્દ્ર મોદીને PM પદ સુધીની સફળ યાત્રા કરાવી. આથી એવું કહી શકાય કે, પીએમ મોદી અને અંબાજી શક્તિ પીઠ એક સિક્કાની બે બાજુઓ છે.

અહીં, જૂઓ લોક શક્તિ યાત્રાનું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી હતી. નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.

આ વખતે ગુજરાતની ચૂંટણી ઘણી રસપ્રદ બનવાની છે. કારણ કે આમ આદમી પાર્ટીએ પણ અહીંથી ચૂંટણી લડવાની વાત કરી છે. આ તમામ રાજકીય સમીકરણો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા અંબાજી પહોંચી રહ્યા છે, જો કે વડાપ્રધાનની આ મુલાકાત તેમની આસ્થા સાથે જોડાયેલી છે. પરંતુ, કેટલાક લોકો એવું પણ કહે છે કે કોઈપણ મોટી ચૂંટણી પહેલા વડાપ્રધાન તેમના આરાધ્ય ભગવાનના દર્શન કરવા ચોક્કસ આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">