Padra Election Result 2022 LIVE Updates : વડોદરાની પાદરા બેઠક ઉપર ભાજપે કોંગ્રેસની બેઠક આંચકી, ભાજપના ચૈતન્ય ઝાલાની જીત, કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયારની હાર

Padra MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વડોદરા જિલ્લાની પાદરા (Padra) વિધાનસભા બેઠક પર રાજકીય વિશ્લેષકોની ખાસ નજર રહેતી હોય છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય જીત નોંધાવી હતી.

Padra Election Result 2022 LIVE Updates :   વડોદરાની પાદરા બેઠક ઉપર ભાજપે કોંગ્રેસની બેઠક આંચકી, ભાજપના ચૈતન્ય ઝાલાની જીત, કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયારની હાર
ગુજરાતની પાદરા વિધાનસભા બેઠકનું પરિણામ 2022Image Credit source: TV 9 Gujarati Graphics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 1:58 PM

ગુજરાતની પાદરા વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election પાદરા બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાની જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંઘની હાર થઈ છે ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા પાસે તેની પાસે અંદાજે 25 તોલા સોનું છે. એલ.એલ. બી નો અભ્યાસ કર્યો છે. તેની જંગમ મિલકત રુપિયા 24,63,915.40 છે. જશપાલસિંહ પઢિયારને કોંગ્રેસે ટિકિટ આપી છે. તેની જંગમ મિલકત રુપિયા 76,64,107,44 છે. કોંગ્રેસ અને ભાજપની સામે આમ આદમી પાર્ટીએ સંદીપસિંહ રાજ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેની હાથ પરની રોકડ 50,000 અને તેની પાસે 10,000 છે. 40 ગ્રામ સોનુ છે. તેની શૌક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારે બેચરલ ઓફ આર્ટસમાંથી ડિગ્રી મેળવી છે. તેની જંગમ મિલકત રુપિયા 2.00 લાખ છે.

ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાની મોટી જીત

પાદરા બેઠક કોંગ્રેસના કબજામાં હતી પરંતુ ભાજપના ઉમેદવારે આ બેઠક ઉપરથી મોટી જીત મેળવી છે  તેમણે ટીવી9ના  સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે  વિકાસના કાર્યોના વચનોને કારણે તેમને આ જીત પ્રાપ્ત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉના કોઈ ધારાસભ્ય અહીં ફરક્યા જ નહોતા ત્યારે  તેમણે  મતદારો સાથે વાત કરીને  તેમની સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે પાદરા, ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017માં જશપાલસિંહ મહેન્દ્રસિંહ ઠાકોરને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે કોંગ્રેસના ધારાસભ્ય છે. વર્ષ 2017માં કોંગ્રેસે આ સીટ પર પોતાની પકડ મેળવી લીધી  હતીઅને ભાજપના દિશેનભાઇ પટેલને હરાવી કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે જીતનો પંજો લહેરાવ્યો હતો, આ વખતે ભાજપે ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

ભાજપ કોંગ્રેસ વચ્ચે હતી કાંટાની ટક્કર

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય જીત નોંધાવી હતી. કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પાદરા નગરમાં જીત મેળવીને વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. પાદરા બેઠક પર કુલ પુરુષ મતદારો 120578 તેમજ મહિલા મતદારો 113683 અને અન્ય મતદાર કુલ 4 છે. આ બેઠક પર ફરી એકવાર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

g clip-path="url(#clip0_868_265)">