Nizar Election Result 2022 LIVE Updates: નિઝર બેઠક ઉપર ભાજપના જયરામ ગામીતની જીત

|

Dec 08, 2022 | 5:19 PM

ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી નિઝર વિધાનસભા મતવિસ્તાર 172 નંબરની વિધાનસભા બેઠક છે. 2007માં જ્યારે તાપી જિલ્લાની રચના કરવામાં આવી ત્યારે નિઝર સુરત જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું હતું. 

Nizar Election Result 2022 LIVE Updates: નિઝર બેઠક ઉપર ભાજપના જયરામ ગામીતની જીત
નિઝર વિધાનસભા બેઠક
Image Credit source: TV9 GFX

Follow us on

નિઝર બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election 2022 નિઝર વિધાનસભા બેઠક ઉપર ભાજપના જયરામ ગામીતની જીત થઈ છે. આ બેઠક પર ભાજપે 47 વર્ષીય ડો. જયરામ ગામીતને ટિકિટ આપી છે. જેમણે Ph.D સુધી અભ્યાસ કર્યો છે તો તેમની પાસે બેંકમાં એક લાખ 90 હજાર રુપિયા બેક ખાતામાં છે તો આ બેઠક પર આમ આદમી પાર્ટીએ અરવિંદભાઈ ગામીતને ટિકિટ આપી છે. 66 વર્ષના અરવિંદભાઈએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે આઠ લાખ રુપિયા જંગમ મિલકત છે.

ગુજરાત ઇલેક્શન 2022 : વર્ષ 2017નું વિધાનસભા ચૂંટણીનું પરિણામ

ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી નિઝર વિધાનસભા મતવિસ્તાર 172 નંબરની વિધાનસભા બેઠક છે. 2007માં જ્યારે તાપી જિલ્લાની રચના કરવામાં આવી, ત્યારે નિઝર સુરત જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું હતું.  વર્ષ 2017ની ચૂંટણીમાં નિઝર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુનિલભાઈ રતનજીભાઈ ગામીત જીત્યા હતા. તેમને ચૂંટણીમાં 106234 મત મળ્યા હતા. તેમણે ભાજપના કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામેતને 23129 મતોની જંગી સરસાઈથી હરાવ્યા હતા.

ગુજરાત ઇલેક્શન 2022 : વર્ષ 2022 પ્રમાણે કેટલા મતદારો?

  • કુલ મતદારો – 2 લાખ 78 હજાર 024
  • પુરૂષ મતદારો – 1 લાખ 36 હજાર 035
  • સ્ત્રી મતદારો – 1 લાખ 41 હજાર 989

ગુજરાત ઇલેક્શન 2022 : જાતિગત સમીકરણ

નિઝર દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. નિઝર વિધાનસભા બેઠક પર આદિવાસી લોકોનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં વર્ષોથી પૂર્વપટ્ટીનાં આદિવાસી મતદારો હજુ કોંગ્રેસ સાથે રહ્યા છે. અહીંના આદિજાતિના લોકોના મતો નિર્ણાયક સાબિત થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Next Article