Surendranagarમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, 200થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં સામેલ

|

Mar 28, 2022 | 4:21 PM

દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઇ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષપલટાની મૌસમ પણ શરુ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર (Surendranagar) કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોંગ્રેસના (Congress) આગેવાનો સહિત 200થી વધારે લોકો આજે ભાજપમાં (Bjp)જોડાયા છે.  ગાંધીનગર કમલમમાં કેસરિયો ધારણ કરીને આ 200 કાર્યકરો સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં આ મોટું ભંગાણ પડ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત 200થી વધારે લોકો કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ પરમાર, લખતર APMCના ચેરમેન પ્રહલાદસિંહ રાણા, APMCના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણા ભાજપમાં જોડાયા છે. જેમની સાથે લખતર તાલુકા પંચાયતના બે સભ્ય, સુરસાગર ડેરીના ડિરેક્ટર અને કેટલાક વર્તમાન અને પૂર્વ સરપંચ સહિતના આગેવાનોએ પણ પંજો છોડીને કમળને પકડ્યું છે.

દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આ સિવાય મહેસાણામાંથી પણ અનેક કોંગ્રેસ કાર્યકર ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે હવે સુરેન્દ્રનગરમાંથી પણ કોંગ્રેસને ઝટકો મળ્યો છે.

આ પણ વાંચો-

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ UPના CM યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપશે , 25 માર્ચે જશે ઉત્તર પ્રદેશ

આ પણ વાંચો-

Rajkot: નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાયુ, સારવાર પહેલા જ બાળકનું મોત

Published On - 1:33 pm, Mon, 21 March 22

Next Video