Kankrej Election Result 2022 LIVE Updates: કાંકરેજ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના અમૃત ઠાકોરની જીત, ભાજપના કીર્તિસિંહ વાઘેલાની હાર

|

Dec 08, 2022 | 3:52 PM

કાંકરેજ વિધાનસભા બેઠક પર અત્યાર સુઘીમાં 12 ચૂંટણીઓ યોજવામાં આવી છે. કુલ 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 7 વાર, ત્રણ વાર ભાજપ, જનતા પાર્ટી અને જનતા દળે એક-એક વાર જીત મેળવી હતી. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે. કાંકરેજ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના અમૃત ઠાકોરની જીત થઈ છે, જ્યારે ભાજપના કીર્તિસિંહ વાઘેલાની હાર થઈ છે.

Kankrej Election Result 2022 LIVE Updates: કાંકરેજ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના અમૃત ઠાકોરની જીત, ભાજપના કીર્તિસિંહ વાઘેલાની હાર
Kankrej Election Result 2022

Follow us on

ગુજરાતની કાંકરેજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result કાંકરેજ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના અમૃત ઠાકોરની જીત થઈ છે, જ્યારે ભાજપના કીર્તિસિંહ વાઘેલાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે અમૃત મોટાજી ઠાકોરને ટિકિટ આપી કાંકરેજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 4367295 ની જંગમ મિલકત છે. તેમને ધોરણ -12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે વાઘેલા કિર્તિસિંહ પ્રભાતસિંહને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 8713271 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને FYBCOM સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મુકેશકુમાર સોમાલાલ ઠાકરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 629406,68 ધોરણ -10 પાસની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ -10 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે.

કાંકરેજ વિધાનસભા સાથે કાંકરેજ અને ડીસાના તાલુકાના ગામો જોડાયેલા છે કાંકરેજ તાલુકામાં મતદારો પોતાના વિસ્તારમાં પાયાની સુવિધાઓ માટે ઘણા સમયથી સરકાર તરફ આશ લગાવી બેઠો છે. કાંકરેજ વિધાનસભા બેઠકનું વડું મથક શિહોરી બજાર જ્યારે થરા શહેરમાં નગરપાલિકા આવેલ શિહોરી થી પાટણ તરફ જઈ રહેલા હાઈવે જોડાયાલ છે પરંતુ બે વર્ષથીથી બનાસ નદી પરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરી દેવાયો છે. મતદારો નારાજગી રોડ રસ્તા મામલે વધુ રહી છે. કીર્તિસિંહ વાઘેલા રાજ્ય સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે

કાંકરેજ વિધાનસભા બેઠક પર કોનું શાસન રહ્યું હતું

  • 2017 કિર્તીસિંહ વાઘેલા – ભાજપ
  • 2012 ધારસિભાઈ ખાનપુરા  – કોંગ્રેસ
  • 2007 બાબુભાઈ દેસાઈ- ભાજપ
  • 2002 ધારસિભાઈ ખાનપુરા – કોંગ્રેસ
  • 1998 મગનસિંહ વાધેલા –  ભાજપ
  • 1995 ધારસિભાઈ ખાનપુરા –  કોંગ્રેસ
  • 1990 ધારસિભાઈ ખાનપુરા  – JD
  • 1985 જયંતિલાલ શાહ – JNP
  • 1980 શાંતિલાલ ધંધારા – INC(I)
  • 1975 મફતલાલ પંચાણી – NCO
  • 1972 શાંતિલાલ ધંધારા – કોંગ્રેસ
  • 1967 જયંતિલાલ શાહ  – કોંગ્રેસ

બેઠકનો રાજકીય ઇતિહાસ

કાંકરેજ વિધાનસભા બેઠક પર અત્યાર સુઘીમાં 12 ચૂંટણીઓ યોજવામાં આવી છે. કુલ 12 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 7 વાર, ત્રણ વાર ભાજપ, જનતા પાર્ટી અને જનતા દળે એક-એક વાર જીત મેળવી હતી. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે. વર્ષ 1990માં ઘારસિભાઈ જનતા દળ તરફથી ઊભા રહ્યા અને જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1995, 2002 અને 2012માં કોંગ્રેસે જીતનો પરચમ લહેરાવ્યો હતો. કાંકરેજ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાનો મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કાંકરેજ બેઠકનું જાતિ સમીકરણ

  • ઠાકોર  95 હજાર
  • રજપૂત  70 હજાર
  • દેસાઈ 22 હજાર
  • દલિત 21 હજાર
  • ચૌધરી 17 હજાર
  • મુસ્લિમ 5 હજાર મત

સ્ત્રી અને પુરુષ મતદાર

  • પુરુષ : 152767
  • સ્ત્રી :138712
  • કુલ : 291481

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article