ગુજરાતની જંબુસર વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપના ડી.કે. સ્વામીની 17 હજારથી વધુ મતથી જીત થઈ છે. જંબુસર બેઠક પરથી ભાજપે દેવકિશોરદાસજી સાધુ (ડી કે સ્વામી) ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ રુપિયા 50,000 છે. કોંગ્રેસે સંજય સોલંકીને ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ રુપિયા 90,000 છે. તેની જંગમ મિલકત રુપિયા 29,00,000 છે. તેમણે બીએની ડિગ્રી મેળવી છે. આમ આદમી પાર્ટીએ સાજીદ રેહાનને મેદાનમાં ઉતાર્યા છે. તેની ઉંમર 49 વર્ષ છે. તેની જંગમ મિલકત 40,6180 છે. Bhartiya Tribal Party મણીલાલ પંડ્યાને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેના હાથ પરની રોકડ રુપિયા 2800 છે. તે એક નિવૃત કર્મચારી છે અને સામાજીક સેવાકાર્યમાં જોડાયેલા છે.
જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. જેથી અત્યાર સુધીની એકપણ ચૂંટણીમાં જંબુસર બેઠક પર 50 ટકાથી ઓછું મતદાન થયું નથી. તેથી અહીં રાજકીય પક્ષોએ ભારે સક્રિયતા સાથે ચૂંટણી કાર્યક્રમો યોજવાની ફરજ પડે છે. જંબુસર બેઠકમાં મુસ્લિમ મતો અને કોળી પટેલ સમાજના મત નિર્ણાયક હોય છે. જંબુસર ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017માં સંજયભાઈ જેસંગભાઈ સોલંકી ને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે કોંગ્રેસના ધારાસભ્ય છે.
2007ની ચૂંટણીમાં આ 42 ગામોમાંથી કોંગ્રેસને અંદાજે 8 હજાર જેટલી લીડ મળી હતી. 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ જેસંગભાઈ સોલંકી ભાજપના સશકત નેતા મોરી છત્રસિંગ પૂજાભાઈને 6465 મતથી હરાવીને જંબુસરના ધારાસભ્ય બન્યા હતા. જંબુસર બેઠકની બીજી મહત્વની વાત એ છે કે અહીં રાજ્યની સ્થાપના બાદથી યોજાતી રહેલી ચૂંટણીમાં જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. આ બેઠક ઉપરથી 2017માં સંજયભાઈ જેસંગભાઈ સોલંકીને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ