Gujarat Election 2022 : બનાસકાંઠાની આ બેઠક પર આમ તો ભાજપનો દબદબો, પણ પેટાચૂંટણીમાં સત્તાના સમીકરણો બદલાયા, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

|

Oct 17, 2022 | 1:43 PM

થરાદ વિધાનસભા બેઠક (Tharad Assembly Seat) આમ તો ભાજપ માટે જીતવી ખૂબ સરળ છે, પરંતુ 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે, ત્યારે 2022નો જંગ બંને પક્ષો માટે ખરાખરીનો જંગ બની રહેશે.

Gujarat Election 2022 : બનાસકાંઠાની આ બેઠક પર આમ તો ભાજપનો દબદબો, પણ પેટાચૂંટણીમાં સત્તાના સમીકરણો બદલાયા, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Tharad Assembly Seat

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)  ગમેત્યારે જાહેરાત થઈ શકે છે, તે પહેલા જ ગુજરાતમાં ચૂંટણી માહોલ જમ્યો છે. રાજકીય પાર્ટીઓ હાલ મતદારોને (voters) રીઝવવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. જો કે મતદારો કઈ પાર્ટી પર વિશ્વાસ કરે તે જોવુ રહ્યું. TVની વિશેષ રજૂઆતમાં આજે  વાત કરીશું એક બેઠકની, કે જો આમ તો ભાજપનો (BJP party) ગઢ મનાય છે, પરંતુ 2019ની પેટાચૂંટણીમાં ભાજપના ગઢમાં કોંગ્રેસે (Congress) ગાબડું પાડ્યું હતું . વાત છે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની. થરાદ બેઠક (Tharad Assembly Seat) આમ તો ભાજપ માટે જીતવી ખૂબ સરળ છે, પરંતુ 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે, ત્યારે 2022નો જંગ બંને પક્ષો માટે ખરાખરીનો જંગ બની રહેવાનો છે.

ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે

બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, થરાદ બેઠકનું 2012માં વાવમાંથી (Vav) વિભાજન થયું. ભાજપનો ગઢ હોવાની સાથે થરાદ બેઠક પરબત પટેલનો પણ ગઢ ગણાતો હતો. અહીં સતત 2 ટર્મ સુધી પરબત પટેલે રાજ કર્યું હતું.જોકે 2019માં પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી. બેઠક ખાલી પડતા 2019માં પેટાચૂંટણી યોજાઇ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો. તાજેતરમાં જ ગુલાબસિંહે સ્થાનિક પ્રશ્નોને લઇને ઉપવાસ આંદોલન કર્યું હતું. જે દર્શાવે છે અહીંના મતદારો કેટલીક પાયાની સુવિધાથી પરેશાન છે, ત્યારે શું છે થરાદનો મૂડ અને કેવો છે મતદારોનો મિજાજ આવો જાણીએ.

આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત

જાણો આ વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

જો આ બેઠકના મતદારોની વિગતે વાત કરીએ તો અહીં કુલ મતદારો 2 લાખ 48 હજાર 208 છે. જેમાં પુરૂષ મતદારો 1 લાખ 29 હજાર 947 અને સ્ત્રી મતદારો 1 લાખ 18 હજાર 261 છે. જો થરાદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો 2019 પેટાચૂંટણીના પરિણામમાં ભાજપના જીવરાજ પટેલને 66,587 મત મળ્યા હતા, કોંગ્રેસના ગુલાબસિંહને 72,959 મત મળ્યા હતા. જેથી ગુલાબસિંહ 6,372 મતે જીત્યા હતા. તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના પરબત પટેલને 69,789 મત મળ્યા, તો કોંગ્રેસના રાજપૂત દમરાજીને 58,056 મત મળ્યા. તેથી ભાજપના પરબત પટેલ 11,733 મતે જીત્યા હતા.જો 2012ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપના પરબત પટેલને 68,517 મત મળ્યા, તો કોંગ્રેસના માવજી પટેલને 65,044 મત મળ્યા હતા, જેમાં પરબત પટેલ 3,473 મતે જીત્યા હતા.

રાજકીય ઈતિહાસ પર એક નજર કરીએ તો અહીં 1985માં કોંગ્રેસમાંથી પરબત પટેલ (parbat patel)  વાવ પરથી ચૂંટાયા. તો 1990માં જનતા પક્ષ સામે પરબત પટલ હાર્યા હતા. જો કે તે બાદ પરબત પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2012માં ભાજપમાંથી પરબત પટેલ ચૂંટણી જીત્યા. તો2017માં પણ ભાજપમાંથી તેઓ ચૂંટણી જીત્યા. જો કે પરબત પટલ સાંસદ બનતા આ વિધાનસભા બેઠક ખાલી પડી. 2019માં પેટાચૂંટણીમાં ભાજપે જીવરામ પટેલને ટિકિટ આપી. તો બીજી બાજુ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને (Gulabsinh Rajput)  પેટાના જંગમાં ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહે ભાજપને હરાવી આ બેઠક જીતી હતી.

Published On - 1:35 pm, Mon, 17 October 22

Next Article