VIDEO : રિક્ષાવાળાને ત્યાં ભોજનને લઈને ભાજપનો કટાક્ષ, હર્ષ સંઘવીએ કેજરીવાલને ગણાવ્યા ‘કલાકાર’

|

Sep 13, 2022 | 7:17 AM

હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને મોટા કલાકાર ગણાવ્યા, આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો.

VIDEO : રિક્ષાવાળાને ત્યાં ભોજનને લઈને ભાજપનો કટાક્ષ, હર્ષ સંઘવીએ કેજરીવાલને ગણાવ્યા કલાકાર
harsh sanghavi lashes out kejriwal

Follow us on

અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  રિક્ષાચાલકને ત્યાં ભોજનના આમંત્રણ કરેલો સ્વીકાર ચર્ચાનો વિષય બની ગયો છે કેમ કે આ પહેલવાર નથી કે અરવિંજ કેજરીવાલે રિક્ષાચાલકને (Auto Driver) ઘરે ભોજનના આમંત્રણનો સ્વીકાર કર્યો હોય. અગાઉ પંજાબમાં પણ અરવિંદ કેજરીવાલે આ જ વાતનું પૂનરાવર્તન કરી ચુક્યા છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વીટ કરીને તેનો વીડિયો પણ શેર કર્યો છે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને મોટા કલાકાર ગણાવ્યા. વિજય પટેલ નામના યુવકે ટ્વીટર (twitter) પર પોસ્ટ કરેલો વીડિયો પણ શેર કર્યો.જુઓ ગુજરાત અને પંજાબમાં (Punjab) અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકના ઘરે ભોજનના આમંત્રણનો સ્વીકાર કરેલો આ વીડિયો.

રિક્ષાચાલક વિક્રમના ઘરે કેજરીવાલે ભોજન લીધુ

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) પહોંચેલા અરવિંદ કેજરીવાલે રિક્ષા સવારી કરી.જો કે પોલીસે સુરક્ષાના કારણોસર તેમની રિક્ષાને અટકાવતા થોડા સમય માટે કેજરીવાલ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. આખરે પોલીસે પરવાનગી આપતા અરવિંદ કેજરીવાલ રિક્ષામાં બેસીને સિંધુભવન રોડથી ઘાટલોડિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રિક્ષાચાલક વિક્રમના ઘરે ભોજન કર્યું હતું.

Next Article