Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે રાજકોટમાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, મનોજ સોરઠીયા પરના હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો કર્યો આક્ષેપ

અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) સુરતમાં (Surat) આપના નેતા મનોજ સોરઠીયા પરના હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ સુરતમાં 12 પૈકી 7 બેઠકો જીતવાનો દાવો પણ વ્યક્ત કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 4:50 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) લોકોને રિઝવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત કેજરીવાલે આજે રાજકોટની (Rajkot) મુલાકાત લઇ ફરી એક વખત રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લીધી. અરવિંદ કેજરીવાલે સુરતમાં આપના નેતા મનોજ સોરઠીયા પરના હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ સુરતમાં 12 પૈકી 7 બેઠકો જીતવાનો દાવો પણ વ્યક્ત કર્યો. કેજરીવાલે રાજકોટના થોરાળા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો. કેજરીવાલે અહીં મહિલાઓ તેમજ અન્ય સ્થાનિકો સાથે સંવાદ સાધી દિલ્લી સરકારની કામગીરી વર્ણવી. સાથે જ રોજગાર અને મફત વીજળીના ગેરંટી કાર્ડ પણ આપ્યા.

મનોજ સોરઠીયા પર હુમલાની ઘટનામાં ભાજપનો હાથ: કેજરીવાલ

ગુજરાત પ્રવાસના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે રાજકોટની મુલાકાત લીધી. આ દરમ્યાન કેજરીવાલે મનોજ સોરઠીયા પર હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરી સુરતમાં ભાજપ પ્રત્યે નારાજગી વધી હોવાનો દાવો કર્યો. કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતના લોકોને આ ચૂંટણીમાં વિકલ્પ મળ્યો છે. અમે આંતરિક સરવે કરાવ્યો છે. જે મુજબ સુરતમાં કુલ 12 બેઠકો પૈકી 7 બેઠકો પર આમ આદમી પાર્ટી જીત મેળવશે.

રાજકોટમાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર

અરવિંદ કેજરીવાલે રાજકોટના થોરાળા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો. અરવિંદ કેજરીવાલે મહિલાઓ તેમજ સ્થાનિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણી. આ દરમ્યાન તેમણે રાજકોટવાસીઓ દિલ્લી સરકારની કામગીરી વર્ણવી. કેજરીવાલે સ્થાનિકો સાથે મુલાકાત કરી તેમને રોજગાર અને મફત વીજળીના ગેરંટી કાર્ડ પણ આપ્યા. આ દરમ્યાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા સહિત આપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">