Gujarat Election Result 2022 : ગુજરાતમાં વર્ષ 2017માં બીજા તબક્કાની 93 બેઠકો પર કોણે મારી હતી બાજી, જાણો વિગતે

|

Dec 08, 2022 | 12:00 AM

Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં બીજા તબક્કાની કુલ 93 બેઠકોમાંથી, 2017માં ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 39 બેઠક અને ત્રણ બેઠક અપક્ષ ઉમેદવારોએ જીતી હતી.

Gujarat Election Result 2022 : ગુજરાતમાં વર્ષ 2017માં બીજા તબક્કાની 93 બેઠકો પર કોણે મારી હતી બાજી, જાણો વિગતે
Gujarat Election Result

Follow us on

Gujarat Election Result 2022 :ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાની 182 બેઠકોનું પરિણામ આજે જાહેર થવાનું છે. જેમાં બીજા તબક્કાની 93 બેઠકો પર કયો પક્ષ બાજી મારશે તેની પર સૌની મીટ મંડાયેલી છે. આ બેઠકો પર 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં 14 જિલ્લાની 93 બેઠકોમાંથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં 3 અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. જેમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 21 બેઠકો ધરાવતા અમદાવાદ જિલ્લા સહિત આઠ જિલ્લા છે જેમાં કુલ 61 બેઠકો છે.જેમાંથી ભાજપે 2017ની ચૂંટણીમાં 40 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી. જ્યારે બે બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી.

93 બેઠકોમાંથી, 2017માં ભાજપે 51 બેઠકો અને કોંગ્રેસ 39 બેઠક જીતી હતી

તેવી જે રીતે ઉત્તર ગુજરાતમા છ જિલ્લાની કુલ 32 બેઠકો છે. જેમાંથી ભાજપે 11 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 20 બેઠકોમાં બહુમતી મેળવી હતી જેમાં વડગામ બેઠક પરથી કોંગ્રેસ સમર્થિત અપક્ષે જીત મેળવી હતી. આમ બીજા તબક્કાની કુલ 93 બેઠકોમાંથી, 2017માં ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 39 બેઠક અને ત્રણ બેઠક અપક્ષ ઉમેદવારોએ જીતી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત બીજા તબક્કાની ચૂંટણી માટે મેદાનમાં રહેલા અન્ય અગ્રણી નેતાઓમાં ભાજપના પૂર્વ મંત્રી અને સહકારી નેતા, શંકર ચૌધરી થરાદ બેઠક પરથી, વડગામ બેઠક પરથી કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ગાંધીનગર (દક્ષિણ) બેઠક પરથી અને વિરમગામ બેઠક પરથી ભાજપ નેતા હાર્દિક પટેલ તથા ગોધરા બેઠક પરથી સીકે રાઉલજી મેદાનમાં છે.  જ્યારે ગૃહમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાની જેતપુર (પાવી) બેઠક પરથી ચૂંટણી લડયા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, બીજા તબક્કા માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં હતા. બીજા તબક્કામાં 69 મહિલા ઉમેદવારો હતા. જેમના ભાવિ ઇવીએમમાં સીલ થયા બાદ આજે તેમનું ભાવિ નક્કી થશે.

Next Article