Gujarat Election Result 2022 : ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર રાજયના વિકાસ અને જનકલ્યાણ માટે સતત કાર્ય કરશે : ભૂપેન્દ્ર પટેલ

|

Dec 08, 2022 | 11:53 PM

અમદાવાદમાં  ભાજપના  વિજયોત્સવ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલેકાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે,  ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે.

Gujarat Election Result 2022 : ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર રાજયના વિકાસ અને જનકલ્યાણ માટે સતત કાર્ય કરશે : ભૂપેન્દ્ર પટેલ
12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજી વાર લેશે શપથ

Follow us on

Gujarat Election Result 2022 :ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી 2,13, 530 મત મેળવ્યા હતા. તેમજ 1,92, 000 મતથી વિજય થયો છે. અમદાવાદમાં  ભાજપના  વિજયોત્સવ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલેકાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે,  ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે. જેમાં આવનાર વર્ષોમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે આ ડબલ એન્જિન સરકાર અવિરત સમર્પિત રહેશે.

ભાજપે  પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી

ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે  રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત  જીતી રહી છે.  જ્યારે ભાજપે  પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

ચૂંટણીના પરિણામો જોઈને ખૂબ જ ખુશ – પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. વિકાસની રાજનીતિને લોકોએ આશીર્વાદ આપ્યા. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું. હું ભાજપના ગુજરાતના તમામ મહેનતુ કાર્યકરોને કહેવા માંગુ છું – તમે બધા ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શક્ય ન હોત, જેઓ આપણી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાતે ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો

આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાતએ હંમેશા ઈતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પીએમ મોદીના વિકાસ મોડેલમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. ગુજરાતે ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે, જેણે પોકળ વચનો, મોજશોખ અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને લોકકલ્યાણને વાસ્તવિકતામાં ફેરવ્યું છે. આ જંગની જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય, દિલથી ભાજપની સાથે છે.

Published On - 11:21 pm, Thu, 8 December 22

Next Article