Gujarat election result 2022 : Congress BIG Face Looser : કોંગ્રેસની કારમી હાર, આ બેઠકો પર કોંગ્રેસની જીત, લલિત વસોયા-પ્રતાપ દુધાત-લલિત કગથરા હાર્યા

|

Dec 08, 2022 | 6:00 PM

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પરંપરાગત બેઠકો પણ ગુમાવી છે. ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજોને હારનો સામનો કરવો પડયો છે.

Gujarat election result 2022 : Congress BIG Face Looser : કોંગ્રેસની કારમી હાર, આ બેઠકો પર કોંગ્રેસની જીત,  લલિત વસોયા-પ્રતાપ દુધાત-લલિત કગથરા હાર્યા
Gujarat election result 2022
Image Credit source: File Photo

Follow us on

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અને આપનો તો જાણે કે સફાયો જ થઇ ગયો હોય તેવું દ્રશ્યમાન થઇ રહ્યું છે. આ વખતના ચૂંટણી પરિણામોમાં સૌથી વધારે કોંગ્રેસને ભોગવવું પડયું છે. અને, કોંગ્રેસને પોતાની પરંપરાગત બેઠકો ગુમાવવી પડી છે. અને, કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડયો છે.

કોંગ્રેસના આ દિગ્ગજોની કારમી હાર

ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાની હાર થઇ છે. મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી કોંગ્રેસના લલિત કગથરાની પણ હાર થઇ છે. જયારે ખંભાળિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમને પણ હારનો સામનો કરવો પડયો છે. સાવરકુંડલા બેઠક કે જે બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. તે બેઠક પણ આ વખતે કોંગ્રેસે ગુમાવી છે. સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસના પ્રતાપ દુધાતની હાર થઇ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોંગ્રેસના આ બેઠકો પર જીત મેળવી

બનાસકાંઠાની વડગામ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા જીજ્ઞેશ મેવાણી ભારે રસાકસી બાદ આખરે જીતી ગયા  છે. શરૂઆતી વલણોમાં જીજ્ઞેશ મેવાણી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ, બાદમાં ભારે રસાકસી બાદ મેવાણી જીતી ગયા છે. પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા જીતી ગયા છે. જયારે પરંપરાગત બેઠક અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર જીતી ગયા છે. જમાલપુર બેઠક પરથી ઇમરાન ખેડાવાલા જીતી ગયા છે. આ સાથે માણાવદર, ખંભાત, સોમનાથ, વાંસદા અને આંકલાવ બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. કાંકરેજ બેઠક પર કોંગ્રેસના અમૃત ઠાકોરની 5,295 મતોથી જીત થઇ છે. પાટણની ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના દિનેશ ઠાકોરની 1404 મતોથી જીત થઇ છે. પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલની 17,177ની જીત થઇ છે. વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના સી.જે.ચાવડા અને ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના તુષાર ચૌધરીની જીત થઇ છે.

કેમ થઇ કોંગ્રેસની હાર ? કેમ કોંગ્રેસે પરંપરાગત બેઠકો ગુમાવી ?

ગત ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે ભાજપને સારી એવી ટક્કર આપી હતી. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરરૂપે કોંગ્રેસના ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ, આ ચૂંટણીમાં મોદી-શાહની રણનીતિ સામે કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. અને, એન્ટીઇન્કબન્સી, પાટીદાર ફેક્ટર, લઘુમતિ મતદારો કે આદિવાસી ફેક્ટરનો જાદુ ચાલ્યો નથી.

Published On - 2:52 pm, Thu, 8 December 22

Next Article