Gujarat Election 2022: ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારા ચેતી જાય, દરેક જિલ્લામાં ચૂંટણીપંચની ટીમ રાખશે ચાંપતી નજર

આધુનિક સમયમાં ચૂંટણી દરમિયાન મોટા પાયે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ થાય છે ત્યારે સોશ્યિલ મીડિયા પર ચૂંટણીપંચ બાજનજર રાખશે. આ માધ્યમનું મોનિટરિંગ કરવા માટે ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાતના  દરેક જિલ્લામાં ચૂંટણી પંચની   પોતાની એક ટીમ રાજકીય પક્ષોના સોશ્યિલ મીડિયા  પર નજર રાખશે.

Gujarat Election 2022: ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારા ચેતી જાય, દરેક જિલ્લામાં ચૂંટણીપંચની ટીમ રાખશે ચાંપતી નજર
સોશ્યિલ મીડિયા પર ઇલેકશન કમિશન રાખશે નજર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 2:14 PM

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ વિવિધ જાહેરાતો કરી હતી તેમજ કેટલીક નિયમાવલી જણાવી હતી. તે મુજબ તેઓ સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન આપશે.  આધુનિક જમાનામાં હવે  પોસ્ટર, રેલીઓ જનસભાઓની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ભરપૂર માત્રામાં  રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરે છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા  સોશિયલ  મીડિયા પણ માટે વિશેષ  ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી છે. આધુનિક સમયમાં ચૂંટણી દરમિયાન મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે ત્યારે સોશિયલ મીડિયા પર ચૂંટણીપંચ બાજનજર રાખશે. આ માધ્યમનું મોનિટરિંગ કરવા માટે ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાતના  દરેક જિલ્લામાં ચૂંટણી પંચની   પોતાની એક ટીમ રાજકીય પક્ષોના સોશ્યિલ મીડિયા  પર નજર રાખશે.

વાંધાજનક કન્ટેન્ટ સામે લેવાશે પગલાં

ચૂંટણી પંચ, ફેક ન્યૂઝ, અફવા તેમજ શાંતિ ભંગ કરનારા  સમાચારો  પર ખાસ નજર રાખશે. જો તેમને એવું લાગશે કે સોશિયલ મીડિયા પરનું આ કન્ટેન્ટ વાંધાનજક છે તો તેના માટે ઇન્ડિયન પીનલ કોડની કલમ મુજબ  કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.  સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે  સર્કલ ઓફિસર પાસે પણ પોતાની ટીમ હશે  અને  કાયદો ભંગ કરનારા સામે  કાયદાકીય પગલાં લેવામાં આવશે.   રાજકીય પક્ષોની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવાનો તખતો ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરી દેવાયો છે.

હાલના સમયમાં  સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરવું થોડું મુશ્કેલ છે, ત્યારે ચૂંટણીપંચ દરેક જિલ્લામાં પોતાની ટીમ દ્વારા ફેસબુક, વોટ્સ એપ અને યુ ટયૂબના માધ્યમથી મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાથી લઈને કોઈ નેતા કે પાર્ટી દ્વારા અપાતી લાંચ કે અન્ય પ્રલોભનોથી દૂર રહેવા જાગ્રત કરશે તેમજ  વાંધધા નજક કન્ટેન્ટની નોંધ  પણ લેશે.  રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરવામાં આવતો હોય છે. પરંતુ, તેના ધારાધોરણો મુજબ જ પ્રચાર કરવાનો હોય છે. જો આચાર સંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે આઈપીસી અને આઈટી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જો કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હશે કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી હશે તો તેની સામે પોલીસની કાર્યવાહી પણ કરાશે.

Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024
Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી

નોંધનીય છે કે રાજયમાં આગામી ડિસેમ્બર માસમાં  બે તબક્કામાં  મતદાન થશે  1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ રાજ્યમાં મતદાન થશે. તેમજ 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

નોંધ: (તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેના માટે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો)

g clip-path="url(#clip0_868_265)">