Gujarat Election : રાજસ્થાન જેવુ જ ‘આરોગ્ય મોડેલ’ અપનાવશે કોંગ્રેસ, પણ વાયદાઓની વણઝાર વચ્ચે વાસ્તિવતા કંઈક જુદી જ !

|

Aug 25, 2022 | 8:56 AM

અમદાવાદની (Ahmedabad)  સિવિલ હોસ્પિટલમાં દરરોજ આવતા હજારો દર્દીઓમાંથી કુલ ઓપીડી ના 4 ટકા દર્દીઓ રાજસ્થાનથી આવે છે.

Gujarat Election : રાજસ્થાન જેવુ જ આરોગ્ય મોડેલ અપનાવશે કોંગ્રેસ, પણ વાયદાઓની વણઝાર વચ્ચે વાસ્તિવતા કંઈક જુદી જ !
Gujarat Election 2022

Follow us on

ગુજરાતની ચૂંટણી જીતવા કોંગ્રેસ રાજસ્થાન મોડલ (Rajasthan Model) અપનાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને કોંગ્રેસે (Congress)  વધુ એક વચન આપ્યું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે (Agriculture) રાજસ્થાન મોડલ અપનાવશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (CM Ashok Gehlot) રાજસ્થાન જેવું જ આરોગ્ય મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું.સાથે- સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું. તેમજ જો કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના (Chiranjivi health scheme) લાગૂ કરવાનો પણ વાયદો કર્યો.

છેલ્લા ત્રણ મહિનામાં 2500 દર્દીઓ અમદાવાદમાં સારવાર માટે આવ્યા

આ તો વાત થઈ કોંગ્રેસના વાયદાની પણ હવે તમને હકીકતથી માહિતગાર કરી દઈએ. જો આંકડાઓની વાત કરીએ તો અમદાવાદની (Ahmedabad)  સિવિલ હોસ્પિટલમાં દરરોજ આવતા હજારો દર્દીઓમાંથી કુલ ઓપીડી ના 4 ટકા દર્દીઓ રાજસ્થાનથી આવે છે. તો 5 ટકા દર્દીઓ સારવાર અર્થે દરરોજ દાખલ થાય છે. છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો ઓપીડીમાં 75 હજાર દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા છે. જેમાંથી 2500 દર્દીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તે જ રીતે ત્રણ મહિનામાં 7500 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી રાજસ્થાનના 250 દર્દીઓને દાખલ કરીને ઓપરેશન અને સારવાર આપવામાં આવી છે. તો દર વર્ષે કુલ 11 લાખ દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવતા હોય છે. જેના ચાર ટકા દર્દીઓ રાજસ્થાનમાંથી આવે છે.

Published On - 8:32 am, Thu, 25 August 22

Next Article