Gujarat Election 2022 : પક્ષપલટા માટે જાણીતા સોમા પટેલના ફરી કોંગ્રેસમાં જોડાવા હવાતીયા

સોમા પટેલ (Soma Patel) ગુજરાત મુલાકાતે આવેલા CM અશોક ગેહલોતનેમળવા અમદાવાદના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ ગેહલોતે તેમને સમય આપ્યો નહોતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 1:19 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે નજીકમાં છે,ત્યારે રાજકારણમાં જાણે પક્ષપલટાની સિઝન આવી હોય તેવુ લાગી રહ્યું છે. એક બાજૂ કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે અને ભાજપમાં (BJP) જાણે ભરતી મેળો ચાલતો હોય તેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે હવે ભાજપના નેતા સોમા પટેલ (BJP Leader Soma Patel) ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે,2020 માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને ભાજપમાં જોડાયા હતા.

પક્ષપલટા માટે જાણીતા છે સોમા પટેલ

સોમા પટેલ આજે રાજસ્થાનના CM અશોક ગેહલોતને (CM Ashok Gehlot) મળવા અમદાવાદના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ અશોક ગેહલોતે તેમને સમય આપ્યો નહોતો. જો કે સોમા પટેલે સહપ્રભારી રામક્રિષ્ના સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી લડવાનુ નિવેદન આપ્યુ છે. પક્ષપલટા માટે જાણીતા સોમા પટેલ હાલ ઘર વાપસી માટે પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાતની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ તૈયાર : CM અશોક ગેહલોત

રાજસ્થાનના CM અશોક ગેહલોત (CM Ashok Gehlot)  હાલ ગુજરાત મુલાકાતે છે, ત્યારે આજે તેમણે એક પ્રેસ કોન્ફરન્ય યોજીને ખેડૂતલક્ષી વાયદાઓ આપ્યા હતા. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજસ્થાન જેવું જ આરોગ્ય મોડલ (Health Model) ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું. સાથે સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું. કોંગ્રેસ જો ગુજરાતમાં સરકાર બનાવશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું.

અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે અલગ-અલગ અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરીશું. ઉપરાંત આરોગ્ય માટે વીમા કંપનીનું પ્રિમિયમ સરકાર ભરશે. તો કોંગ્રેસે ચૂંટણી જીતવા ખેડૂતલક્ષી પણ જાહેરાત કરી.અશોક ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને (Farmer) દિવસે વીજળી અપાશે. ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરાશે. ગુજરાતની જનતા જે ઈચ્છે તે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">