Gujarat Election: કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો,કોંગ્રેસના આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે

|

May 18, 2022 | 3:44 PM

ધારાસભ્ય ભાવેશ કટારા (MLA Bhavesh Katara) કોંગ્રેસના કાર્યક્રમોથી દૂરી બનાવી રહ્યા છે અને અનેક કાર્યક્રમોમાં ગેરહાજર જોવા મળી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે ભાવેશ કટારા છેલ્લા કેટલાક સમયથી ભાજપના (BJP) નેતાઓના સંપર્કમાં છે

Gujarat Election: કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો,કોંગ્રેસના આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે
Bhavesh katara (File Image)

Follow us on

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગી શકે છે. પોતાની પરંપરાગત વોટબેંક સાચવી રાખવાના કોંગ્રેસના પ્રયાસ વચ્ચે ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાની (Congress MLA Bhavesh Katara) નારાજગી સામે આવી છે. ધારાસભ્ય  ભાવેશ કટારા કોંગ્રેસના કાર્યક્રમોથી દૂરી બનાવી રહ્યાં છે અને અનેક કાર્યક્રમોમાં ગેરહાજર જોવા મળી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે ભાવેશ કટારા છેલ્લા કેટલાક સમયથી ભાજપના (BJP) નેતાઓના સંપર્કમાં છે અને તેઓ ફરી ભાજપમાં ઘરવાપસી કરી શકે છે. અગાઉ ભાવેશ કટારા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે ટિકિટ ન આપતા કોંગ્રેસમાં જોડાયા હતા.

ડો. મિતેષ ગરાશીયા ભાજપમાં જોડાઈ શકે છે: સૂત્ર

કોંગ્રેસમાં ટિકિટની ટક્કર ઝાલોદમાં જબરદસ્ત બની છે. બીજી તરફ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ભાવેશ કટારાએ આ વખતે  ટિકિટ મેળવવા પુરુ જોર લગાવી દીધુ છે. જેથી ભાવેશ કટારા હવે સેફ સ્થાન શોધી રહ્યા છે. કારણ કે મિતેષ પર ભાજપની પણ નજર બનેલી છે. બીજી તરફ મહત્વની વાત એ પણ છે કે તે અશ્વિન કોટવાલના વેવાઈ છે.

કોંગ્રેસ પર એક પછી એક આફત

ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ સાથ છોડી રહ્યા છે. હજુ તો આજે જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ અને તેના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. બીજી તરફ ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પર જાણે એક પછી એક આફત આવી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસને આ ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અગાઉ આ નેતાઓએ રાજીનામુ આપ્યુ

હાલમાં જ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કેસરિયા ધારણ કરી લીધા છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસને અલવિદા કહીને આપનો સાથ મેળવી લીધો છે તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આમ એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.

Next Article