AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા માટે પોસ્ટલ બેલેટથી સંપન્ન થયું મતદાન

પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ ( Postal ballot ) મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને આજે 9908 અધિકારી - કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

Gujarat Election 2022: અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા માટે પોસ્ટલ બેલેટથી સંપન્ન થયું મતદાન
અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા માટે પોસ્ટલ બેલેટથી સંપન્ન થયું મતદાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 9:24 AM
Share

 ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન સંપન્ન થયું હતું. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા માટે 9908 પોસ્ટલ બેલેટ મતદાન થયું ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલ સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત પોલીસ જવાનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.  ગુજરાત વિધાનસભા ચૂંટણી -2022માં ચૂંટણીની ફરજમાં કાર્યરત પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને આજે 9908 અધિકારી – કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

 ગુજરાત ઇલેકશન 2022:  અમદાવાદ જિલ્લામાં ધોળકા સહિત

ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત આજે ૨૬ નવેમ્બર ના રોજ પોલીસ જવાનો માટે વોટીંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી.જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગ માટે અલાયદા 05 સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે 9:૦૦ થી સાંજના 05:૦૦ વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તેમજ પોલીસ હેડ કવાર્ટર શાહીબાગ  કૃષ્ણનગર એસ.આર.પી. ગ્રાઉન્ડ, મકરબા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ધોળકાની સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય  તેમજ ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 21 વિધાનસભા વિસ્તાર માટે અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો માં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">