AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: મતદારોએ અનોખી રીતે ઉજવ્યું લોકશાહીનું પર્વ, દિવ્યાંગ, કિન્નર સમાજ, સાધુ સંતોએ કર્યુ મતદાન, કેટલાકે ઢોલ નગારા સાથે મતાધિકારનો કર્યો ઉપયોગ

Gujarat assembly election 2022: વિવિધ જિલ્લામાં લોકો લોકશાહીના આ પર્વને અનોખી રીતે ઉજવતા જોવા મળી રહ્યા છે. કયાંક વરરાજા મત આપવા પહોંચ્યા છે. તો ક્યાંક સાધુ સંતો, ક્યાંક કિન્નર સમાજે મતાધિકારનો ઉપયોગ કર્યો, તો કોઇક સ્થળ લોકો એક સાથે ઢોલ-નગારા લઇને લોકો મત આપવા ગયા.

Gujarat Election 2022: મતદારોએ અનોખી રીતે ઉજવ્યું લોકશાહીનું પર્વ, દિવ્યાંગ, કિન્નર સમાજ, સાધુ સંતોએ કર્યુ મતદાન, કેટલાકે ઢોલ નગારા સાથે મતાધિકારનો કર્યો ઉપયોગ
મતદારોએ અનોખી રીતે ઉજવ્યું લોકશાહીનું પર્વ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 12:57 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકશાહીના આ પર્વને મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. ત્યારે વિવિધ જિલ્લામાં લોકો લોકશાહીના આ પર્વને અનોખી રીતે ઉજવતા જોવા મળી રહ્યા છે. કયાંક વરરાજા મત આપવા પહોંચ્યા છે. તો ક્યાંક સાધુ સંતો, ક્યાંક કિન્નર સમાજે મતાધિકારનો ઉપયોગ કર્યો, તો કોઇક સ્થળ લોકો એક સાથે ઢોલ-નગારા લઇને લોકો મત આપવા ગયા.

લગ્ન પહેલા વર-વધુ અને પરિવારજનોનું મતદાન

કેટલાક લોકો લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નથી આપતા, ત્યારે નવસારીનો એક યુવક અનેક એવા યુવકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં વરરાજા પરણવા નીકળે તે પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અનેક એવા યુવકો હોય છે જેઓ નોકરી-ધંધામાં વ્યસ્ત હોવાના કારણે મતદાન કરવાનું ટાળતા હોય છે. પરંતુ આ યુવકે અનેક યુવાનોને પ્રેરણા આપી છે કે કામ ભલે ગમે તેટલું મોટું હોય,પરંતુ તે મતદાન કરતા વધારે અગત્યનું નથી.

જેતપુરમાં ભાઈ-બહેને આપ્યો મત

જેતપુરમાં ટાકુડીપરામાં રહેતાં શ્રેયાબેન વિઠ્ઠલભાઈ પાંભર અને તેમના ભાઈ સાવન વિઠ્ઠલભાઈ પાંભરએ બૂથ નંબર 192માં મતદાન કર્યું હતું. આ બંને બહેન અને ભાઈના બપોર પછી લગ્ન છે. છતાં બંને ભાઈ-બહેન માંડવેથી સીધા મતદાન મથકે પહોંચ્યા હતા.

ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા

જામનગર શહેરના મતદારોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો. શહેરના મીગ કોલોની વિસ્તારમાં લોકો એક સાથે મતદાન માટે મતદાન મથકે પહોચ્યા હતા. લોકો ઢોલનગારા સાથે વાજતે ગાજતે ઉત્સાહ સાથે મતદાન માટે પહોચ્યા હતા.

સાધુ-સંતોએ કર્યુ મતદાન

સુરતમાં સાધુ સંતો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. સાળંગપુરના મહંત હરિ પ્રકાશદાસજી સુરત મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે અન્ય સાધુ સંતો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

રાજકોટમાં પણ સાધુ સંતોએ મતદાન કર્યુ

દિવ્યાંગ રિક્ષા ચાલકે કર્યું મતદાન

સુરતના બારડોલી ખાતે મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બારડોલી નગરના દિવ્યાંગ રિક્ષા ચાલકે મતદાન કર્યું છે. દિવ્યાંગ રિક્ષા ચાલક પરેશ પટેલે પોતાના વિસ્તારમાં આવેલા આંગણવાડી ખાતે મતદાન કરી દિવ્યાંગ મતદારોને પ્રેરણા આપી છે.

કિન્નર સમાજે કર્યુ મતદાન

સુરતના બારડોલીમાં જે.એમ. પટેલ હાઈસ્કૂલમાં કિન્નર સમાજે મતદાન કર્યુ છે. કિન્નર સમાજે જનતા ને પોતાનો મતદાન અવશ્ય કરવા અપીલ કરી છે.

રાજકોટમાં રાજવી પરિવારે કર્યુ મતદાન

g clip-path="url(#clip0_868_265)">