Gujarat Election 2022: યોગી આદિત્યનાથે લુણાવાડમાં કોંગ્રેસને લીધી આડેહાથે, કહ્યું ‘કોંગ્રેસના રાજમાં દંગા થતા હતા, કર્ફ્યૂ લાગતા હતા’

|

Nov 29, 2022 | 4:56 PM

Gujarat Election 2022: યોગી આદિત્યનાથે આ સિવાય એક સભામાં કોંગ્રેસને આડે હાથે લેતા સંબોધન કર્યું હતું કે કોંગ્રેસ દેશની સુરક્ષાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસ શહીદો અને સૈનિકોનું અપમાન કરનારી પાર્ટી છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય અટકેલું હતું, કારણ કે કોંગ્રેસ તેમાં અડચણો લાવી રહી હતી.

Gujarat Election 2022: યોગી આદિત્યનાથે લુણાવાડમાં કોંગ્રેસને લીધી આડેહાથે, કહ્યું કોંગ્રેસના રાજમાં દંગા થતા હતા, કર્ફ્યૂ લાગતા હતા
CM યોગી આદિત્યનાથ (File)
Image Credit source: Twitter @Yogi Adityanath

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર થશે. ત્યારે આજે સાંજે 89 બેઠક પર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ભાજપે ગુજરાતનો ગઢ જીતવા માટે તેમના 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે મહિસાગરની લુણાવાડા વિધાનસભામાં જનસભાને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં દંગા થતા હતા, કર્ફ્યૂ લાગતા હતા, કોઈ વ્યવસાય નહતો થઈ શકતો, ધાર્મિક કાર્યક્રમ નહતા યોજી શકાતા, મોદીજીના નેતૃત્વમાં સરકાર બનતા જ રાજ્ય દંગાઓથી મુક્ત થઈ ગયું.

યોગી આદિત્યનાથે આ સિવાય એક સભામાં કોંગ્રેસને આડે હાથે લેતા સંબોધન કર્યું હતું કે કોંગ્રેસ દેશની સુરક્ષાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસ શહીદો અને સૈનિકોનું અપમાન કરનારી પાર્ટી છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય અટકેલું હતું, કારણ કે કોંગ્રેસ તેમાં અડચણો લાવી રહી હતી. કોંગ્રેસે સોમનાથ મંદિરના પુનરોદ્ઘારનો પણ વિરોધ કર્યો હતો. તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે આજે અયોધ્યામાં રામમંદિર શક્ય બનશે. PM મોદીના સફળ નેતૃત્વમાં દેશમાંથી આતંકવાદ નાબૂદ થયો. ભાજપના શાસનમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવી આતંકવાદનો સફાયો કર્યો.

‘કોરોનામાં કોંગ્રેસ રાજકારણ રમતુ હતુ, ત્યારે PM દેશને સુરક્ષિત કરતા હતા’: અમિત શાહ

ઠાસરાની સભામાં અમિત શાહે જણાવ્યુ કે, જ્યારે કોરોનાના કપરાકાળમાં કોંગ્રેસ દ્વારા રાજકારણ રમવાનું કામ કરાતુ હતુ, ત્યારે PM મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યુ. નરેન્દ્ર મોદીએ ગરીબોનું દર્દ સમજી સવા બે વર્ષ સુધી દર મહીને ગરીબોને પાંચ કિલો અનાજ મફતમાં આપ્યુ છે.

છેલ્લી ઘડીએ રાજકીય પક્ષનો પ્રચાર પૂરજોશમાં

રાજકીય પક્ષો છેલ્લી ઘડીના પૂરજોશના પ્રચારમાં લાગ્યા છે. સુરતની લિંબાયત બેઠકના ભાજપ ઉમેદવાર સંગીતા પાટીલના સમર્થનમાં જંગી બાઈક રેલી યોજાઈ તો કતારગામમાં વિનુ મોરડીયાના સમર્થનમાં નિકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો નરેન્દ્ર મોદીના ફોટોવાળી ટી-શર્ટ સાથે જોડાયા. વડોદરાની રાવપુરા બેઠક પર ભાજપ ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ સમર્થકો સાથે ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાયા હતા. અમરેલીમાં ભાજપ ઉમેદવાર કૌશિક વેકરિયા અને દિલીપ સંઘાણીને રેલી સમયે ઠેર-ઠેર વેપારીઓએ ફૂલહાર પહેરાવ્યા. બોટાદના પાળિયાદ રોડ પર પેજ સમિતિના સભ્યો સાથેની બેઠક બાદ ભાજપ ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:53 pm, Tue, 29 November 22

Next Article