AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ભાવનગરમાં જામશે ખરાખરીનો જંગ, જાણો કેવો છે ઉમેદવારનો દબદબો અને  જ્ઞાતિ-જાતિના સમીકરણો

ભાવનગર પૂર્વ (Bhavnagar East) વિધાનસભા સીટ પર ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી ત્રણેય જીતનો દાવો કરી રહી છે. જોકે આ વખતે 2017 જેટલું ભાજપ માટે સરળ નથી, જ્યારે કોંગ્રેસ 1990થી સતત આ સીટ પર હારતી આવી છે. આ વખતે તેમને ભાજપનો અસંતોષ, અધુરો વિકાસ અને જ્ઞાતિના સમીકરણોનો કેટલો ફાયદો થાય તે પણ એક મહત્વની બાબત છે.

Gujarat Election 2022: ભાવનગરમાં જામશે ખરાખરીનો જંગ, જાણો કેવો છે ઉમેદવારનો દબદબો અને  જ્ઞાતિ-જાતિના સમીકરણો
Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 19, 2022 | 1:12 PM
Share

ગુજરાત એસેમ્બલી  ઇલેક્શન 2022: ભાવનગરમાં ચૂંટણી સંગ્રામમાં ભાવનગરની તમામ 7 બેઠકને ભાજપ જીતવા માંગે છે અને વિજેતા બનવાની રણનીતિ પણ બાજપે બનાવી છે નવા ચહેરાઓની સાથે ચૂંટણીના સમીકરણ પણ ગોઠવવામાં આવ્યા છે. અત્યાર સુધી ભાજપની લડાઈ માત્ર કોંગ્રેસ સામે હતી,  પરંતુ AAPની એન્ટ્રી બાદ ભાજપની બાજી થોડી બગડી છે. હવે કોંગ્રેસ સાથે ભાજપને આમ આદમી પાર્ટી તરફથી પણ પડકાર મળી રહ્યો છે.

ભાવનગરમાં પોતાની બેઠકો જાળવી રાખવા ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી છે. ભાવનગર જિલ્લા અને શહેરની કુલ 7 બેઠક છે. જેમાંથી 6 ઉપર ભાજપનો ભગવો લહેરાય છે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે, પરંતુ આ વખતે ભાજપ તમામ સાત બેઠક જીતવા માંગે છે. જોકે સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં ગાબડું પાડવા માંગે છે.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર 1990થી સતત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા આવ્યા છે. ભાજપે આ વખતે વિભાવરી દવેની ટિકિટ કાપીને શહેર પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ આપી છે. ભાજપે જ્ઞાતિના સમીકરણોના આધારે બ્રાહ્મણ ઉમેદવાર અને મહિલાને બદલીને નવા મહિલા ઉમેદવારને જ ટિકિટ આપીને જ્ઞાતિગત સમીકરણ સાચવી રાખ્યું છે.

કોંગ્રેસે યુવાન ઉમેદવાર બળદેવ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. કોળી સમાજના વધારે મતદારો આ બેઠક પર હોવાથી કોંગ્રેસે કોળી ઉમેદવાર પર ભરોસો મુક્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી હમીર રાઠોડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અત્યાર સુધી પૂર્વ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ જંગ જામતો હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જોર અજમાવવાનું નક્કી કરી લીધું છે. આ પરિસ્થિતિમાં ભલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ન જીતે, પરંતુ ભાજપ અથવા કોંગ્રેસની બાજી જરૂર બગાડી શકે છે.

ગુજરાત ઇલેક્શન 2022:  સવર્ણ ઉમેદવારોનો થાય છે વિજય

આ અંગે  વરિષ્ઠ પત્રકાર જયેશ દવેએ જણાવ્યું હતું કે આમ જોવા જઈએ તો આ બેઠક પર દવે, ત્રિવેદી, ઓઝા અને શાહ જેવી અટક ધરાવતા ઉમેદવારોનો વિજય થતો આવ્યો છે. ભાવનગર પૂર્વની બેઠક પર અગાઉ વણિક સમાજ અને હાલમાં બ્રહ્મ સમાજના પ્રતિનિધિ ચૂંટાતા આવ્યા છે, આ બેઠક પર સવર્ણ વર્ગનો દબદબો હોવાનું કહી શકાય. સાથે કોળી સમાજની વસ્તી પણ બહોળી છે. બાદ પટેલ અને બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજનો ક્રમ આવે છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાતિ અને જ્ઞાતિના સમીકરણ પ્રમાણે જ ઉભા રાખ્યા છે. જો કે ચૂંટણી નિષ્ણાત માની રહ્યા છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ 2022ની લડાઇ ખુબ જ રોમાંચક બની ગઇ છે.

ભાવનગર પૂર્વ વિધાનસભા સીટ પર ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી ત્રણેય જીતનો દાવો કરી રહી છે. જોકે આ વખતે 2017 જેટલું ભાજપ માટે સરળ નથી. જ્યારે કોંગ્રેસ 1990થી સતત આ સીટ પર હારતી આવી છે. આ વખતે તેમને ભાજપનો અસંતોષ, અધુરો વિકાસ અને જ્ઞાતિના સમીકરણોનો કેટલો ફાયદો થાય તે પણ એક મહત્વની બાબત છે. જ્યારે આમ આદમી પાર્ટીની મફત વીજળી, મફત શિક્ષણ અને મફત સ્વાસ્થ્યની વાત મતદારોને કેટલીક ગળે ઉતરે છે તે કહેવું પણ મુશ્કેલ છે. આ વચ્ચે ભાજપની નિશ્ચિત ગણાતી એવી પૂર્વ વિધાનસભા સીટ પર આ વખતે લડાઈ બરોબરની જામશે તેવું હાલમાં દેખાઇ રહ્યું છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">