AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત અને ભાવનગરમાં સૌથી વધુ યુવા મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

અગાઉ કોઈ યુવાનની ઉંમર 1લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો. મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ યુવાઓ ભાગીદાર બને અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17 જૂન, 2022ના રોજ રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટોરલ રૂલ્સ, 1960માં આનુસાંગિક ફેરફાર કરીને યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો છે

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત અને ભાવનગરમાં સૌથી વધુ યુવા મતદારો ભજવશે મહત્વની ભૂમિકા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 12:15 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય ચૂંટણી અધિકારી  પી. ભારતીએ જણાવ્યું છે કે, ભારતના ચૂંટણી પંચના નવતર અભિગમના પરિણામે યુવા મતદારોમાં મતદાન કરવાના ઉત્સાહમાં વધારો થયો છે. આ સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર,2022ની સ્થિતિએ તા. 1-1-2022થી તા.1-10-2022 દરમિયાન 18 વર્ષના થયા હોય તેવા 3,24,420 યુવાઓ મતદાર યાદીમાં સામેલ થયા છે.

 ગુજરાત ઇલેકશન 2022: તબક્કાના મતદાનમાં સુરતમાં સૌથી વધુ યુવા મતદારો

તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.

young voters in surat

Gujarat election 2022

જ્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં છોટાઉદેપુરમાં 20,638, મહીસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદારો છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાત ચૂંટણી 2022:  ચૂંટણીપંચે બદલ્યા છે નિયમો

અગાઉ કોઈ યુવાનની ઉંમર 1લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો. મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ યુવાઓ ભાગીદાર બને અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17 જૂન, 2022ના રોજ રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટોરલ રૂલ્સ, 1960માં આનુસાંગિક ફેરફાર કરીને યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો છે.

પ્રવર્તમાન નીતિ નિયમ મુજબૉ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાયકાતની તારીખ તરીકે આવતા વર્ષની 01 જાન્યુઆરીના સંદર્ભમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. જેથી આખરી મતદારયાદીનું પ્રકાશન આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરી શકાય. આનો અર્થ એ થયો કે 01 જાન્યુઆરી પછી 18 વર્ષ પૂર્ણ કરનાર મોટી સંખ્યામાં યુવાનોએ નોંધણી માટે આગલા વર્ષના સ્પેશિયલ સમરી રિવિઝનની રાહ જોવી પડતી હતી. સાથે જ તેઓ આ સમયગાળા દરમ્યાન યોજાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ શકતા નહોતા. જેમાં ફેરફાર થતાં યુવાનો વર્ષમાં ચાર વખત ‘ફર્સ્ટટાઈમ વોટર‘ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શક્યા છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">