Gujarat Election 2022 : થોડીવારમાં TV9 પર શરૂ થશે ‘સત્તા સંમેલન ગુજરાત’, સણસણતા સવાલોના દિગ્ગજ નેતાઓ આપશે જવાબ

|

Nov 20, 2022 | 10:06 AM

રાજ્યની રાજકીય હલચલનો તાગ મેળવવા આજે TV9 નેટવર્ક ખાસ સત્તા સંમેલનનું આયોજન કર્યું છે. સવારે 11 વાગ્યાથી શરૂ થનાર આ સત્તા સંમેલનમાં રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડાયેલા તમામ રાજકીય દિગ્ગજો હાજરી આપશે.

Gujarat Election 2022 : થોડીવારમાં TV9 પર શરૂ થશે સત્તા સંમેલન ગુજરાત, સણસણતા સવાલોના દિગ્ગજ નેતાઓ આપશે જવાબ
Gujarat Election 2022

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. રાજ્યની રાજકીય હલચલનો તાગ મેળવવા આજે TV9 નેટવર્ક ખાસ સત્તા સંમેલનનું આયોજન કર્યું છે. સવારે 11 વાગ્યાથી શરૂ થનાર આ સત્તા સંમેલનમાં રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડાયેલા તમામ રાજકીય દિગ્ગજો હાજરી આપશે. પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને સીઆર પાટીલ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી જેવા દિગ્ગજ નેતાઓ આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે.

હાલ રાજ્યમાં મતદારોને આકર્ષવા રાજકીય પાર્ટીઓ શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. સત્તા સંમેલનમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ચૂંટણીમાં વિકાસ, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, રોજગારી જેવા મુદ્દા ચાલશે કે પછી જાતિ અને ધર્મના મુદ્દાઓ પર સત્તા મેળવવાનો પ્રયાસ થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કાર્યક્રમમાં ભાગ લેશે આ દિગ્ગજ નેતાઓ

  • અમિત શાહ – કેન્દ્રીય ગૃહ મંત્રી
  • ભૂપેન્દ્ર પટેલ – મુખ્યમંત્રી
  • સ્મૃતિ ઈરાની – કેન્દ્રીય મંત્રી
  • સીઆર પાટીલ – ભાજપ ગુજરાત અધ્યક્ષ
  • તેજસ્વી સૂર્યા – બીજેપી સાંસદ
  • અસદુદ્દીન ઓવૈસી – AIMIM ચીફ
  • સુધાંશુ ત્રિવેદી – ભાજપના વરિષ્ઠ નેતા
  • રવિશંકર પ્રસાદ – ભાજપના વરિષ્ઠ નેતા
  • ગજેન્દ્ર સિંહ શેખાવત – કેન્દ્રીય મંત્રી
  • હર્ષ સંઘવી – ગુજરાત મંત્રી

નેતાઓ જણાવશે સરકાર રચવાની રણનીતિ

આ કાર્યક્રમમાં તમામ પક્ષોના નેતાઓ જણાવશે કે ગુજરાતમાં સરકાર બનાવવા માટે તેમની રણનીતિ શું છે ? તો જુઓ TV9 ગુજરાતીમાં આજે સવારે 11 વાગે સત્તા સંમેલન, જ્યાં તમને ખબર પડશે કે 8 મી ડિસેમ્બરના પરિણામ પહેલા જનતાના સળગતા પ્રશ્નોના આધારે કયો પક્ષ અને કયો નેતા ક્યાં ઉભો છે અને કોનો દાવો મજબૂત છે.

Published On - 10:01 am, Sun, 20 November 22

Next Article