Gujarat Election 2022: જામનગર ગ્રામ્ય બેઠક પર ચતુષ્કોણીય જંગ, જનતા કોને બેસાડશે સત્તા પર ?

|

Nov 26, 2022 | 6:10 PM

સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને હોય છે. પણ આ વખતે કયાંક આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. પરંતુ જામનગર ગ્રામ્ય બેઠકમાં આ રાજકીય પક્ષોની સાથે બસપાએ પોતાનો પગ ચૂંટણીના મેદાનમાં મુક્યો છે.

Gujarat Election 2022:  જામનગર ગ્રામ્ય બેઠક પર ચતુષ્કોણીય જંગ, જનતા કોને બેસાડશે સત્તા પર ?
Jamnagar Gramin Seat

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને હોય છે. પણ આ વખતે કયાંક આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. પરંતુ જામનગર ગ્રામ્ય બેઠકમાં આ રાજકીય પક્ષોની સાથે બસપાએ પોતાનો પગ ચૂંટણીના મેદાનમાં મુક્યો છે. આ બેઠક પર ભાજપના વરીષ્ઠ કદાવર પાટીદાર નેતા રાઘવજી પટેલ અને તેની સામે કોંગ્રેસ, આપ, અને બસપા મેદાનમાં છે. એટલે કે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો છે.

જામનગરની ગ્રામ્ય બેઠકમાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રસાકસી યુકત રહેવાની છે. આ બેઠક પર ભાજપે પોતાના દિગ્ગજ નેતા રાઘવજી પટેલને મેદાને ઉતાર્યા છે. તેની સામે સીધો પડકાર કોંગ્રેસ તો છે જ સાથે AAP તથા બસપા પણ ચૂંટણીમાં બરાબરની ટકકર આપવાના છે. આ બેઠક પર રાઘવજી પટેલ અગાઉ ચૂંટણી લડયા છે. કોંગ્રેસના આર.સી.ફળદુને હરાવીને જીત મેળવી હતી. તો 2017માં સામાન્ય ગણતા ઉમેદવાર વલ્લભ ધારવીયા સામે ભાજપમાંથી આ સીટ પર હાર્યા હતા. ફરી 2019માં આ બેઠક પર જીત મેળવી હતી. એટલે રાઘવજી પટેલ ભાજપ અને કોંગ્રેસમાં બંન્ને ચૂંટણી આ સીટ પર લડ્યા છે. જીત અને હાર બંન્ને પરિણામ મેળવ્યા છે. આ વખતે ફરી ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવાર છે અને છેલ્લી ટર્મમાં કૃષિમંત્રી તરીકે સક્રિય રહ્યા છે. વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં સતત પ્રવાસથી અને સરકારના કરેલા કામના કારણે ફરી તેમની જીતનો દાવો કર્યો છે.

બીજી તરફ સીધી લડાઈ કોંગ્રેસ સામે હોય છે. 2017માં કોંગ્રેસે આ બેઠક મેળવી હતી. અને રાઘવજી પટેલને હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડીયા મેદાને છે. બેરાજગારી, મોંઘવારી, સહીતના મુદે લોકોમાં સરકાર સામે રોષના કારણે આ બેઠક ફરી કોંગ્રેસને મળવાનો દાવો કરે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રેસમાં પ્રબળ દાવેદાર મનાતા કાસમ ખફીને કોંગ્રેસે ટિકિટ ન આપતા પક્ષ છોડીને તેમણે બસપામાંથી ચૂંટણીના મેદાનામાં ઝંપલાવ્યુ છે. જે કોંગ્રેસને વધુ નુકસાન કરી શકે છે. તે મુસ્લિમ આગેવાન છે અને અગાઉ જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાના વોર્ડમાં ચૂંટણી લડીને જીત્યા છે. તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર મુસ્લિમ મતદારો સૌથી વધુ છે. અગાઉ મુસ્લિમને પ્રતિનિધત્વ ના મળતા તેમણે કોંગ્રેસમાંથી મો ફેરવી લીધુ છે. બીજા નંબરે પાટીદાર મતદારો વધુ છે. ભાજપ અને આપના ઉમેદવાર પાટીદાર છે. જેથી મતોનો વિભાજન થવાનુ શકય છે.

ત્રીજા ક્રમે આહીર મતદારો છે. કોંગ્રેસે આહીર ઉમેદવારને તક આપી છે. આ બેઠક પર સતવારા સમાજનુ સારૂ પ્રભુત્વ છે. 2017માં સતવારા સમાજના આગેવાનની કોંગ્રેસે ટિકિટ આપતા બેઠક પર અણધાર્યા પરિણામ આવ્યા અને ભાજપના રાઘવજી પટેલ હાર્યા અને વલ્લભ ધારવીયા જીત્યા હતા. આ વખતે સતવારા સમાજને બે જુથો આમને સામને થયા છે. જેમાં એક જુથ ભાજપનો ખુલીને વિરોધ કરે છે. તો બીજા જુથ ભાજપને સમર્થન છે. તે જોતા સ્પષ્ટ છે, કે સતવારા મતદારોના મતનુ વિભાજન થશે. આમ કોઈ એક પાર્ટી કે ઉમેદવાર માટે આ સીટ પર જીત સરળ નહી રહે. અને ચાર પાર્ટીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને બસપા કોઈ એક બેઠક પર સ્થાન મેળવશે.

Published On - 5:47 pm, Sat, 26 November 22

Next Article