AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: વડોદરાની 10 બેઠકો ઉપર ચૂંટણીની તૈયારીઓ, 283 ઝોનલ ઓફિસરની નિમણૂક, જિલ્લામાં કુલ 2 હજાર 590 મતદાન મથકો

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન (Voting) થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

Gujarat Election 2022: વડોદરાની 10 બેઠકો ઉપર ચૂંટણીની તૈયારીઓ, 283 ઝોનલ ઓફિસરની નિમણૂક, જિલ્લામાં કુલ 2 હજાર 590 મતદાન મથકો
વડોદરામાં મતદાન માટે ઇવીએમનું વિતરણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 12:07 PM
Share

ગુજરાત ઇલેક્શન 2022: ના બીજા તબક્કામાં આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો માટે મતદાન યોજાશે ત્યારે વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં ફરજ નિભાવનાર સરકારી કર્મચારીઓ વડોદરાની હાઈસ્કૂલમાંથી VVPT અને EVM સહિતની સામગ્રી લઈને રવાના થયા હતા.  જિલ્લામાં 2 હજાર 590 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં 21 હજાર 735 કર્મચારીઓ ફરજ બજાવશે. 264 મોટી બસ અને જીપ સહિત 622 વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તમામ રૂટ ઉપર 283 ઝોનલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે.

બીજા તબક્કાની ચૂંટણીની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મહત્વનું છે કે  બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે.  5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.  મહત્વનું છે કે  બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે.

 ગુજરાત ચૂંટણી 2022: અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન

મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

g clip-path="url(#clip0_868_265)">