Gujarat Election 2022: ભરુચમાં PM મોદીનું સંબોધન, કહ્યુ- 20 વર્ષમાં ભરુચમાં બેથી ત્રણ ગણો વિકાસ થયો

સુરેન્દ્રનગરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભરુચ જિલ્લાના જંબુસરમાં સભા સંબોધી. જ્યાં તેમણે જણાવ્યુ કે, 20 વર્ષમાં ભરુચમાં બેથી ત્રણ ગણો વિકાસ થયો છે. ઉદ્યોગોએ હરણફાળ ભરી છે.

Gujarat Election 2022: ભરુચમાં PM મોદીનું સંબોધન, કહ્યુ- 20 વર્ષમાં ભરુચમાં બેથી ત્રણ ગણો વિકાસ થયો
ભરુચના જંબુસરમાં વડાપ્રધાન મોદીએ સંબોધી સભા
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Nov 21, 2022 | 3:52 PM

 ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપ, કોંગ્રેસ અને AAPના દિગ્ગજોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરુચ જિલ્લાના જંબુસરમાં સભા સંબોધી. જ્યાં તેમણે જણાવ્યુ કે, 20 વર્ષમાં ભરુચમાં બેથી ત્રણ ગણો વિકાસ થયો છે. ઉદ્યોગોએ હરણફાળ ભરી છે. સાથે જ વડાપ્રધાને બધા જ પોલિંગ બુથ પર કમળ ખીલવવાની અપીલ કરી હતી.

ભરુચમાં PM મોદીનું જન સંબોધન – આ ગુજરાતનો અમૃતકાળ છે

વડાપ્રધાન મોદીએ ભરુચના જંબસુરમાં જનસભા સંબોધી.વડાપ્રધાને કહ્યુ કે, તમને એવો કોઇ પ્રધાનમંત્રી દેશમાં મળે કે જેમને જંબુસર ક્યાં આવ્યુ એ ખબર હોય? જેમને ખબર જ ના હોય કે આ સ્થળ ક્યાં આવ્યુ એ તમારા સુખ દુ:ખની ચિંતા કેવી રીતે કરી શકે ? આ તમારા પરિવારનો જ કોઇ હોય તો સુખે દુ:ખે તમારી સાથે રહે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વિકાસની, અમૃતકાળની આ શરુઆત છે.

ભૂતકાળમાં ચૂંટણી થાય તો છાપાઓમાં કેટલા કરોડના ગોટાળા થયા તે જ વાત ચમકતી હતી. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એવો ઝંડો રોપી દીધો કે ગમે તેવી પોલિટીકલ પાર્ટી આવે હવે તેમણે વિકાસની વાત તો કરવી જ પડે. આ વિકાસવાદની રાજનીતિ કોઇ લાવ્યુ હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે.

આજે ભરુચમાં જ એન્જીનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજની સુવિધા: PM મોદી

બે દસક પહેલા ભરુચ જિલ્લામાં માથુ ઊંચુ કરીને ઊભુ રહેવુ હોય તો ચિંતા થતી હતી. બહેન દીકરીઓને બહાર નીકળવુ હોય તો ચિંતા થતી હતી. આ બધી મુસીબત હવે ગઇ છે. વાર તહેવારે જે હુલ્લડ થતા હતા તે બંધ થયા છે. સુખ શાંતિ આવી છે. શાળા, કોલેજ, શિક્ષણ, ગુણવત્તાની વાત હોય તો આ તમામ બાબતમાં આપણે નવી ઊંચાઇઓ સર કરી છે. આજે એન્જીનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ ભરુચમાં જ છે.

20 વર્ષમાં ભરુચમાં બેથી ત્રણ ગણો વિકાસ થયો: વડાપ્રધાન મોદી

પહેલા નર્મદા નદી આપણા ત્યાંથી પસાર થતી હોવા છતા પીવાના પાણીના પણ ફાંફા હતા. મા નર્મદાના ખોળામાં મોટા થયા હોવા છતા આપણા ખેતરોને પાણી મળતા ન હતા. ત્યારે એમાંથી પણ રસ્તા કાઢવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. 20 વર્ષમાં ભરુચ જિલ્લામાં વિકાસની કોઇપણ વાત હોય તો બે ગણો ત્રણ ગણો વિકાસ આપણે જુદા જુદા ક્ષેત્રમાં કર્યો છે.

ઉદ્યોગોમાં ભરુચ જિલ્લાએ હરણફાળ ભરી: PM મોદી

ઉદ્યોગોમાં ભરુચ જિલ્લાએ હરણફાળ ભરી છે. હિન્દુસ્તાનના નાના નાના રાજ્યો કરતા પણ એકલો ભરુચ જિલ્લો આગળ નીકળી ગયો છે. કોઇ ઉદ્યોગ એવો નહીં હોય જે ભરુચ જિલ્લામાં નહીં હોય. બે દસકમાં ભરુચમાં ઉદ્યોગોની સંખ્યા કુદકે ને ભુસકે વધી છે. ફર્ટીલાઇઝરનું મોટામાં મોટુ કારખાનું, કેમિકલની મોટામાં મોટી કંપનીઓ, દવાની મોટામાં મોટી કંપનીઓ બધાના લેબલ પર ભરુચ લાગેલુ હોય છે. આ ભરુચનો વટ પડી ગયો છે. ભુપેન્દ્રભાઇએ લાવેલી નવી ઔદ્યોગિક નીતિને કારણે તો ભરુચ જેવો જિલ્લો ખૂબ વિકાસ કરશે.

20 વર્ષ પહેલા ગરીબોના રાશન પણ લૂંટી લેવાતા: PM મોદી

ભૂતકાળની સરકારો ગરીબના રાશન કાર્ડ પણ લૂંટી લેતા હતા. 20 વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે ગરીબના રાશનમાંથી લૂંટ ચલાનારા લોકો અહીં બેઠા હતા અને રાજકીય મોટા મોટા નેતાઓ લાંબા લાંબા ઝભ્ભા પહેરીને ફર્યા કરતા હતા. ગરીબોના હક પર ડગલે ને પગલે કમિશન સિવાય વાત નહોંતી થતી.

આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યુ: PM મોદી

આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ મળે તે માટે અમે કામ કર્યુ. આદિવાસીઓને રોજગાર મળે તે માટે કામ કર્યુ. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓના પટ્ટા ઉપર દસ હજાર જેટલી નવી સ્કૂલ બનાવી છે. આજે આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્ટ્રીમની શાળાઓ પણ ઊભી થઇ ગઇ છે. અમે આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યુ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati