મોરબીના ‘મસીહા’ કાંતિલાલ અમૃતિયાની આજે અગ્નિપરીક્ષા, મચ્છુ નદી પર પુલ દુર્ઘટનામાં પાણીમાં જાતે કુદી બચાવ્યા હતા લોકોના જીવ

|

Dec 01, 2022 | 2:23 PM

મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 30 ઓક્ટોબરે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો જેમાં 130 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે કાંતિલાલ અમૃતિયા ત્યાં હાજર હતા. એ સમયે તેમને મદદની રાહ જોયા વિના પોતે જ નદીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા.

મોરબીના મસીહા કાંતિલાલ અમૃતિયાની આજે અગ્નિપરીક્ષા, મચ્છુ નદી પર પુલ દુર્ઘટનામાં પાણીમાં જાતે કુદી બચાવ્યા હતા લોકોના જીવ
kantilla amrutiya BJP Ex MLA
Image Credit source: File Photo

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકશાહીના આ પર્વને મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. ત્યારે વિવિધ જિલ્લામાં લોકો લોકશાહીના આ પર્વને અનોખી રીતે ઉજવતા જોવા મળી રહ્યા છે. પહેલા ચરણમાં 788 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જેમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા પણ સામેલ છે.

મચ્છુ નદીમાં કુદી લોકોના જીવ બચાવ્યા

મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 30 ઓક્ટોબરે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો જેમાં 130 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે કાંતિલાલ અમૃતિયા ત્યાં હાજર હતા. એ સમયે તેમને મદદની રાહ જોયા વિના પોતે જ નદીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે લોકોએ પણ તેમના આ કાર્યના ખુબ વખાણ કર્યા. જ્યારે લોકો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા હતા ત્યારે એક નેતાનું આ રીતે પાણીમાં કુદીને મદદ કરવી એ સરહાનીય છે. કાંતિલાલ અમૃતિયા મોરબીથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ તેમને ગત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

કાનાભાઈ તરીકે ઓળખાય છે

પાટીદાર પ્રભુત્વ ધરાવતી મોરબીની આ સીટ આમ તો ભાજપનો ગઢ મનાય છે. પરંતુ વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા કાંતિલાલ અમૃતિયાને બ્રિજેશ મેરજાએ હરાવ્યા હતા ત્યારે બ્રિજેશ મેરજા કોંગ્રેસમાં હતા પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બન્યા હતા. કાંતિલાલ અમૃતિયા મોરબી વિધાનસભાથી વર્ષ 1995 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અને 2012 સુધી ધારાસભ્ય રહ્યા હતા.

મોરબી જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં 38.61 ટકા મતદાન થયું

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર 1 વાગ્યા સુધીમાં 38.61 ટકા મતદાન થયું છે. જેમાં મોરબીમાં 36.23 ટકા, ટંકારા 40.81 ટકા અને વાંકાનેરમાં 39.10 ટકા મતદાન થયુ છે.

Next Article