AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસના ગઢ અમરેલીમાં પરેશ ધાનાણીને ટક્કર આપશે કૌશિક વેકરિયા, ભાજપે યુવા ચહેરાને આપી તક

અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ બેઠક પર કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીતે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી હાર સહન કરવી પડી છે.  જોકે અહીં રોડ, શિક્ષણ અને આરોગ્ય  સહિતની માળખાગત સુવિધાઓનો પણ જોઈએ તેટલો વિકાસ ન થયાની પ્રજાની ફરિયાદ છે.

Gujarat Election 2022: કોંગ્રેસના ગઢ અમરેલીમાં પરેશ ધાનાણીને ટક્કર આપશે કૌશિક વેકરિયા, ભાજપે યુવા ચહેરાને આપી તક
અમરેલીમાં ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 3:24 PM
Share

અમરેલીથી ભાજપે કૌશિક વેકરીયાને  ટિકિટ આપી છે. કૌશિક વેકરિયા સરપંચથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખ સુધીની રાજકીય સફર કરી ચૂક્યા છે ત્યારે અમરેલી જે કોંગ્રેસનો  ગઢ ગણાય છે તેવી ખમતીધર બેઠક પર ભાજપે  કૌશિક વેકરિયાને મેદાને જંગમાં ઉતાર્યા છે.  ભાજપ  દ્વારા સ્થાન પર નવા અને ટૂંકાગાળામાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે.  આ ઉમેદવારો એવા છે જે  જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે.

અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ બેઠક પર કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીતે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી હાર સહન કરવી પડી છે.  જોકે અહીં રોડ, શિક્ષણ અને આરોગ્ય  સહિતની માળખાગત સુવિધાઓનો પણ જોઈએ તેટલો વિકાસ ન થયાની પ્રજાની ફરિયાદ છે. તો ખેડૂતોની ટેકાના ભાવે ખરીદીમાં વિસંગતતા અને વેપારીઓ પાલિકાના ટેક્સને લઈ પરેશાન છે. ત્યારે ભાજપ દ્વારા ઉતારવામાં આવેલા આ નવા ઉમેદવારઅ હીં કેટલું કાઠું કાઢે છે તે તો ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે.

સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠકની વાત કરીએ તો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણીને 87,032 મત મળ્યા હતા. તો ભાજપના બાવકુ ઉઘાડને 75,003 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસે અહીં 12,029 મતેથી જીત મેળવી હતી. જો 2012ની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના પરેશ ધનાણીને 86,583 મત મળ્યા, તો ભાજપના દિલીપ સંઘાણીને 56,690 મત મળ્યા હતા. તો આ વખતે પણ કોંગ્રેસે 29,893 મતેથી બેઠક પર જીત મેળવી.

જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 15 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 5 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપની જીત થઇ છે. જેમાં 1985થી 1998 સુધી ભાજપનો દબદબો રહ્યો છે. તો 1985 અને 1990માં દિલીપ સંઘવીઅને 1991થી 1998 સુધી પરસોતમ રૂપાલા ચૂંટાયા હતા. જો કે 2002માં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યુ અને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી જીત્યા. તો ફરી 2007માં ભાજપના દિલીપ સાંઘાણીએ જીત મેળવી. જે બાદ સત્તાના સમીકરણ બદલાયા 2012માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી, છેલ્લી2 ટર્મથી અહીંથી કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટાયા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">