Gujarat Election 2022 : કલોલમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે બબાલ મામલે તપાસનો ધમધમાટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મેળવી ઘટનાની જાણકારી

|

Dec 06, 2022 | 11:28 AM

Gujarat assembly election 2022: 5 ડિસેમ્બરે ભાજપના કાર્યકર્તા પર કેટલાક લોકોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ભાજપ કાર્યકર્તાને માથામાં ધારદાર હથિયાર વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘાયલ યુવકની તબિયત લથડતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Gujarat Election 2022 : કલોલમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે બબાલ મામલે તપાસનો ધમધમાટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મેળવી ઘટનાની જાણકારી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેળવી ઘટનાની તમામ જાણકારી

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : 5 ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. જો કે આ જ દિવસે ગાંધીનગરના કલોલમાં ચૂંટણીની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં ચૂંટણીની અદાવતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે બબાલની ઘટનામાં સ્થાનિક પોલીસ, SOG અને LCB દ્વારા ઘટનાની તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. સમગ્ર મામલામાં શંકાસ્પદોને પકડીને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાની જાણકારી મેળવી છે. તો સાથે જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાત કરી છે.

5 ડિસેમ્બરના દિવસે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે મારા-મારીની ઘટના સામે આવી હતી. ભાજપના કાર્યકર્તા પર કેટલાક લોકોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જે પછી સમગ્ર મામલે પોલીસ, SOG અને LCBની ટીમે તપાસ શરુ કરી છે. આ મામલે ગૃહરાજ્ય મંત્રી પણ સમગ્ર માહિતી મેળવી રહ્યા છે.હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ છે કે, જે પણ દોષિત હશે તેમને છોડવામાં નહીં આવે.

સામ-સામે હુમલો થયાનો હતો આક્ષેપ

5 ડિસેમ્બરે ભાજપના કાર્યકર્તા પર કેટલાક લોકોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ભાજપ કાર્યકર્તાને માથામાં ધારદાર હથિયાર વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘાયલ યુવકની તબિયત લથડતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ તરફ એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે આ હુમલો સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરના દીકરા અને ભત્રીજા સહિત અન્ય 10 લોકોએ કર્યો છે. જેથી ઘટનાને પગલે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટ્યા હતા. આ તરફ ઘટનાની ગંભીરતાને જોતા SP તરુણ દુગ્ગલ સહિત dysp સહિત પોલીસનો કાફલો બળદેવજી ઠાકોરના ઘરે પહોંચ્યા હતા અને રોષે ભરાયેલા કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકરોના રોષને જોતા પોલીસ અધિકારીએ તમામ આરોપીઓને જલદીમાં જલદી ઝડપી પાડવા માટેની બાહેંધરી આપી હતી. સાથે જ કલોલમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કલોલમાં કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરના મધ્યસ્થ કાર્યાલય પર તોડફોડની ઘટના સામે આવી હતી. આશરે 200 લોકોના ટોળાએ બળદેવજી ઠાકોરના મધ્યસ્થ કાર્યાલયે તોડફોડ કરી બબાલ કરી હોવાનું કલોલ વિધાનસભાના કોંગ્રેસ પ્રભારી મુકેશ પટેલ જણાવ્યુ હતુ. આ સાથે તેમને જણાવ્યું કે, લાકડી અને ધોકા લઇને આવેલું હિંસક ટોળુ બળદેવજી ઠાકોર અંગે અપશબ્દો બોલીને ધમકી આપતું હતુ.

તો આ તરફ ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોરે કોંગ્રેસે લગાવેલા આક્ષેપ ફગાવી વળતો પ્રહાર કર્યો હતો. બકાજી ઠાકોરે કહ્યું કે બળદેવજી ઠાકોર હાર ભાળી ગયા હોવાથી બપોર બાદ તેમના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હિંસક હુમલો કર્યો હતો. આ બબાલમાં ભાજપના કાર્યકરોની ગાડીઓના કાચ તૂટ્યા છે. તો એક કાર્યકરનો સોનાનો દોરો પણ તૂટ્યો હોવાનું પણ બકાજી ઠાકોરે જણાવ્યું.

Next Article