Gujarat Election 2022: જેતપુરમાં ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાના કાર્યાલયનું ઉદઘાટન, જંગી લીડથી જીતવાનો રાદડિયાનો દાવો

|

Nov 18, 2022 | 12:01 PM

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) જણાવ્યુ હતુ કે, જેતપુર જામકંડોરણા મારાં માટે ક્યારેય પડકાર નથી. અમુક લોકો દિલ્હીથી આવે છે, પંજાબથી આવે છે. પણ જેતપુરમાં કોઈનું ચાલે તેમ નથી.

Gujarat Election 2022: જેતપુરમાં ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાના કાર્યાલયનું ઉદઘાટન, જંગી લીડથી જીતવાનો રાદડિયાનો દાવો
જેતપુરમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે રાજકોટની જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડિયાના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું. જેતપુર 74 વિધાનસભા બેઠકના કાર્યાલયને પ્રિયાંકારાય મહારાજના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે જયેશ રાદડીયાએ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો.

ગુજરાત ચૂંટણી 2022: આમ આદમી પાર્ટી પર પ્રહાર

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, જેતપુર જામકંડોરણા મારાં માટે ક્યારેય પડકાર નથી. અમુક લોકો દિલ્હીથી આવે છે, પંજાબથી આવે છે. પણ જેતપુરમાં કોઈનું ચાલે તેમ નથી.આ લોકો હમણાં થોડા દિવસમાં નીકળી પડ્યા છે. જો કે આ હરિફો 1 તારીખ પછી શોધે નહીં જડે. તેઓ માત્ર પંદર દિવસના જ મહેમાન છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

ગુજરાત ચૂંટણી 2022: જંગી લીડ જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યુ કે મારી જીત તો નિશ્ચિત છે, પણ મારે જેતપુરમાં જીત નો ઇતિહાસ બનાવો છે. ગુજરાતમાં કલ્પના ના કરી હોય તેટલી લીડથી જીતીશ. મને જેતપુર જામકંડોરણાના મતદારો અને મારાં કાર્યકરો ઉપર પૂરો વિશ્વાસ છે કે, તેઓ કોઇએ કલ્પના ન કરી હોય તેવી લીડથી જીતીશ. જયેશ રાદડિયાએ કહ્યુ કે, ફોર્મ ભરવા ગયા ત્યારે પણ મે કીધું હતું કે આ વિસ્તારમાં કલ્પનાના પણ કરી શકાય તેવા નેતૃત્વ આપવાના અમારા પ્રયત્નો છે. પ્રયત્નો નહીં પણ પરિણામ પણ આપ્યા છે. ફોર્મ ભરીને કાર્યાલય ન ખોલીએ તો પણ જીત નિશ્ચિત છે.

જયેશ રાદડિયાએ કહ્યુ કે આ વખતે રેકોર્ડ તૂટી જવાના છે. આપણે કલ્પના ન કરી હોય તેવી લીડ થી આપણે આ સીટ જીતવાના છે. તેમણે કહ્યુ કે, ગામડાના લોકો સમજદાર છે. ખોટા ખોટા વાયદા ખોટી લાલચ આપી અન્ય પક્ષો મત માગતા હોય છે. જો કે લોકોને ખબર છે ક્યાં કોને મત આપવો.

મહત્વનું છે કે, કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. નિર્મલસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા તેમજ પૂર્વ જેતપુર ધારાસભ્ય જસુમતીબેન કોરાટ તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(વિથ ઇનપુટ-નાસીર બોઘાણી, જેતપુર)

Published On - 11:53 am, Fri, 18 November 22

Next Article