Gujarat Election 2022: બાવળામાં PM મોદીએ કહ્યું કે ‘લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનશે, દુનિયામાંથી લોકો અહીં આવતા થઈ જશે’

|

Nov 24, 2022 | 5:45 PM

Gujarat election 2022: વડાપ્રધાને આજે પાલનપુર, મોડાસા, દહેગામમાં સભા સંબોધ્યા બાદ બાવળામાં વિશાળ જનસભા સંબોધી. બાવળાની સભામાં PM મોદીએ સરકારે કરેલા વિકાસકાર્યોને મતદારો સમક્ષ મુક્યા. તેમણે આ સભા કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કોંગ્રેસના કારણે ગુજરાતમાં વિકાસ અટક્યો. ભાજપ સરકારે ગુજરાતના ગામડાઓનો વિકાસ કર્યો.

Gujarat Election 2022: બાવળામાં PM મોદીએ કહ્યું કે લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનશે, દુનિયામાંથી લોકો અહીં આવતા થઈ જશે
બાવળામાં PM મોદીનું સંબોધન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022 : વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ પોતે જ ગુજરાતમાં પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યુ છે. ત્યારે વડાપ્રધાને આજે પાલનપુર, મોડાસા, દહેગામમાં સભા સંબોધ્યા બાદ બાવળામાં વિશાળ જનસભા સંબોધી. બાવળાની સભામાં PM મોદીએ સરકારે કરેલા વિકાસકાર્યોને મતદારો સમક્ષ મુક્યા. તેમણે આ સભામાં કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કોંગ્રેસના કારણે ગુજરાતમાં વિકાસ અટક્યો. ભાજપ સરકારે ગુજરાતના ગામડાઓનો વિકાસ કર્યો. શિક્ષણમાં વિકાસ કર્યો. સાથે જ ઔદ્યોગિક વિકાસ પણ કર્યો.

બાવળાની સભામાં લીલાબાને યાદ કરી PM થયા ભાવુક

વડાપ્રધાને બાવળામાં સભા સંબોધન દરમિયાન લીલાબાને યાદ કર્યા. તેમણે કહ્યું કે લીલાબાને મળવાની મળવાની ઈચ્છા હતી પણ 104 વર્ષના માણેક બાએ આજે મને અહીં આવીને આશીર્વાદ આપ્યા. આ મારુ સૌભાગ્ય છે કે એમણે મને લીલા બાની ખોટ ન સાલે તે માટે 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા. એ આપડી શક્તિ છે અને એ જ આપડી પુંજી છે.

કોંગ્રેસના રાજમાં ગામડાઓની ખૂબ જ ઉપેક્ષા થઈ: PM મોદી

કોંગ્રેસે તેમના સમયગાળામાં ગામડાઓની ઉપેક્ષા કરી છે. જેના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઈએ તે રીતે બહાર આવ્યુ જ નહીં. ગામડામાં રહેતા ગરીબ અને મધ્યવર્ગના પરિવાર હવે અમે ગુજરાતી માધ્યમમાં મેડિકલનું શિક્ષણ કરી દીધુ છે. તેથી તેમના બાળકોને પણ ડોક્ટર બનાવશે. જેના કારણે હવે ગામડામાં પણ તાકાત આવવાની છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાણંદ વિસ્તારમાં ખેડૂતોનો ખૂબ વિકાસ થયો: PM મોદી

20 વર્ષ પહેલા ધોળકા, ધંધુકા કે સાણંદમાં વિકાસ થઈ શકે એવી કોઈ કલ્પના પણ નહોતુ કરી શકતુ. ધોલેરાનું તો નામ પણ કોઈ લેતુ ન હતુ. આજે ધોલેરાની જમીનના ભાવ ખૂબ વધ્યા છે. અહીં જ્યારે હું ઉદ્યોગ જગતના વિકાસની શરુઆત કરતો હતો. ત્યારે કેટલાય લોકો આંદોલન કરતા હતા કે જમીન જતી રહેશે પણ તે પછી સાણંદ વિસ્તારના લોકો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા, ઘરમાં અને કોથળામાં ભરીને રિક્ષા લઈને જાય અને કહે કે મારે ચાર બંગડીવાળી ગાડી લેવા જાય.

લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનશે: PM મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું મહત્વ છે એવું લોથલનું મહત્વ ઉભું થશે. અહીં લોથલમાં મેરિટાઈમ મ્યુઝિમ બનાવાનું છે. જેથી દુનિયામાંથી લોકો અહીં આવતા થઇ જશે.

Next Article