Gujarat Election 2022: કલોલમાં ગૃહપ્રધાન અમિત શાહે સભા ગજવી, કોંગ્રેસને લીધી આડે હાથે

|

Dec 01, 2022 | 10:48 PM

Gujarat Election 2022: જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ નવા કપડા પહેરીને તૈયાર થઈ જાય છે. કોંગ્રેસે અત્યાર સુધી માત્ર વોટબેંકની રાજનીતિ જ કરી છે અને ગુજરાતને હંમેશા અન્યાય જ કર્યો છે.

Gujarat Election 2022: કલોલમાં ગૃહપ્રધાન અમિત શાહે સભા ગજવી, કોંગ્રેસને લીધી આડે હાથે
HM Amit Shah in Kalol

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 60 ટકા મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે 93 બેઠકો પર યોજાશે. ત્યારે બીજા તબક્કાની બેઠકો માટે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદ સભ્ય અમિત શાહે કલોલમાં જનસભાને સંબોધન કર્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અમિત શાહે જણાવ્યું કે તમે બકાજીને ચૂંટીને એક વાર મોકલી દો, કલોલ મતવિસ્તારને આખા ગુજરાતમાં એક નંબરનો મતવિસ્તાર બનાવીશ. તેનો હું તમને વિશ્વાસ આપું છું. તેમને જણાવ્યું વધુમાં કે દેશ આઝાદ થયો ત્યારથી વર્ષ 1990-95 સુધી ગુજરાતમાં કોંગ્રેસે રાજ કર્યુ પણ ગુજરાતના વિકાસનું કોઈ ઠેકાણું નહતું. રોડ-રસ્તા, વિજળી અને પાણીના કોઈ ઠેકાણા કોંગ્રેસના રાજમાં નહતા. ત્યારબાદ 2001માં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને વર્ષ 2003-04માં રાજ્યમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત અમારી સરકારે કરી છે.

અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસને આડે હાથે લેતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે દેશમાં 70 વર્ષથી વધુનું શાસન કર્યુ પણ જમ્મૂ કાશ્મીરમાં 370ની કલમ યેનકેન પ્રકારે નાબૂદ ના કરી. જવાહરલાલ નેહરૂની એક ભૂલ દેશે વર્ષો સુધી ભોગવી પણ નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટ 2019એ જમ્મૂ કાશ્મીરમાંથી 370ની કલમ અને 35એની કલમ હટાવી. જ્યારે હું કલમ 370 નાબૂદ કરવાનું બિલ રાજ્યસભામાં લઈને ગયો ત્યારે કોંગ્રેસ, સપા, બસપા, ટીએમસી અને અન્ય વિરોધ પક્ષોએ મોટો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કલમ નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પણ આજે મોદી સરકારને કલમ નાબૂદ કર્યાને 3 વર્ષ થયા પણ જમ્મૂ કાશ્મીરમાં એક કાંકરી પણ ઉડાડવાની કોઈની હિંમત થઈ નથી.

જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ નવા કપડા પહેરીને તૈયાર થઈ જાય છે. કોંગ્રેસે અત્યાર સુધી માત્ર વોટબેંકની રાજનીતિ જ કરી છે અને ગુજરાતને હંમેશા અન્યાય જ કર્યો છે. ત્યારે અત્યારે ગુજરાત તમામ ક્ષેત્રમાં નંબર 1 છે. આજે દેશની કુલ નિકાસમાં 30 ટકા હિસ્સો માત્ર ગુજરાતનો છે.

Published On - 10:46 pm, Thu, 1 December 22

Next Article