તમામ Exit Pollમાં ભાજપને મળી રહ્યો છે બહુમત, જાણો કઈ પાર્ટીને કેટલી બેઠક મળી રહી છે
બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થતા જ Tv9 નેટવર્ક સહિતની અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી એક્ઝિટ પોલના પરિણામો લોકો સામે આવ્યા હતા. ચાલો જાણીએ કે આ તમામ એક્ઝિટ પોલના પરિણામો દરેક પાર્ટીને કેટલી બેઠક મળવાનું અનુમાન છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,39,76,670 મતદાતાઓ હતા. આ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છની બેઠકોનો સમાવેશ થયો હતો. પ્રથમ તબક્કામાં પણ કુલ 63.14 ટકા મતદાન થયુ હતુ. બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તબક્કામાં અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બેઠકો પર કુલ 2,51,58,730 મતદાતા હતા. બીજા તબક્કામાં લગભગ 60 ટકા મતદાન થયુ હતુ.
ગુજરાતમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ હવે પૂરુ થયુ છે. મતદાતાઓ પોતાની જવાબદારીઓ પૂરી ચૂક્યા છે. ચૂંટણીમાં ઉતરેલા તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયુ છે. બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થતા જ Tv9 નેટવર્ક સહિતની અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી એક્ઝિટ પોલના પરિણામો લોકો સામે આવ્યા હતા. ચાલો જાણીએ કે આ તમામ એક્ઝિટ પોલના પરિણામો દરેક પાર્ટીને કેટલી બેઠક મળવાનું અનુમાન છે.
TV9 ના એક્ઝિટ પોલના પરિણામ
ટીવી9ના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે .જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઈ શકે છે તો આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઈ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે. મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યુ છે.
ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલને 68.5 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 16.2 ટકા અને આપના ઈસુદાન ગઢવીને 15.4 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં મતદાતાઓએ મોદી ફેક્ટરના કારણે સૌથી વધારે વોટ આપ્યા છે. 45.5 ટકા લોકોએ મોદી ફેક્ટર જોઈને મતદાન કર્યુ છે. ગુજરાત મોડલ જોઈને 19.4 ટકા લોકોએ વોટ કર્યો છે. કેજરીવાલની મફ્ત યોજનાને જોઈને 7.2 ટકા લોકોએ જ્યારે મોંઘવારી-બેરજોગારી 27.9 ટકા લોકોએ વોટ કર્યો હતો.
ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં જાણવા મળ્યુ છે કે ભાજપની હાલની સરકારને સૌથી વધારે કોંગ્રેસ પાર્ટી ટક્કર આપી રહી છે.
તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત
ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં સિવાયના એક્ઝિટ પોલની વાત કરીએ તો તમામ એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. Republic-PMARQના સર્વે અનુસાર, ભાજપને 128-148 બેઠક, આપને 2-10 બેઠક , કોંગ્રેસને 30-42 બેઠક અને અન્યને 0-3 બેઠક મળી રહી છે. ABP-C Voter ના સર્વે અનુસાર, ભાજપને 128-140 બેઠક, આપને 3-21 બેઠક , કોંગ્રેસને 31-43 બેઠક અને અન્યને 02-06 બેઠક મળી રહી છે. India Today ના સર્વે અનુસાર, ભાજપને 131-151 બેઠક, આપને 9-21 બેઠક , કોંગ્રેસને 16-30 બેઠક અને અન્યને 0 બેઠક મળી રહી છે. Times Now-Navbharat ના સર્વે અનુસાર, ભાજપને 139 બેઠક, આપને 11 બેઠક , કોંગ્રેસને 30 બેઠક અને અન્યને 2 બેઠક મળી રહી છે. NewsXના સર્વે અનુસાર, ભાજપને 117-140 બેઠક, આપને 6-13 બેઠક , કોંગ્રેસને 34-51 બેઠક અને અન્યને 0 બેઠક મળી રહી છે.