Gujarat Election 2022: પ્રચાર પડઘમ શાંત થયા બાદ ધોરાજી -ઉપલેટામાં ભાજપની ડોર ટુ ડોર અને ખાટલા બેઠકોની રણનીતિ

|

Nov 30, 2022 | 3:02 PM

ભાજપે (BJP) છેવાડાના મતદારો સુધી પહોંચવા માટે માટે ડોર્ ટુ ડોર પ્રચાર સાથે ખાટલા બેઠકોની નીતિ અમલમાં મૂકી છે. ધોરાજીની સીટ પર કુલ 2,68,475 મતદારો છે 1,38,708 જેટલા પુરુષ મતદારો છે અને 129766 જેટલા સ્ત્રી મતદારો છે. આ તમામ મતદાતા સુધી પહોંચાડવા આ તમામ મતદારો સુધી પહોંચવાનું આયોજન કર્યું છે.

Gujarat Election 2022: પ્રચાર પડઘમ શાંત થયા બાદ ધોરાજી -ઉપલેટામાં ભાજપની ડોર ટુ  ડોર અને ખાટલા બેઠકોની રણનીતિ
ધોરાજી અને ઉપલેટામાં ભાજપનો ડોર ટુ ડોર અને ખાટલા બેઠકો દ્વારા પ્રચાર

Follow us on

પ્રથમ તબક્કાના મતદાન માટે આદર્શ આચાર સંહિતા અંતર્ગત પ્રચાર પડ઼ઘમ શાંત થઈ ગયા છે જોકે નેતાઓ તથા ઉમેદવારો હવે છેલ્લી ઘડીના પ્રચાર માટે મતદારોના ઘેર ઘેર જઇને લોકોને મળી રહ્યા છે તો ભાજપે ખાસ તો પોતાના પ્રચંડ પ્રચારને છેલ્લી ઘડી સુધી ન છોડતા રાત્રે ખાટલા બેઠકો તેમજ ચાય પે ચર્ચાનું આયોજન કર્યું છે. ધોરાજી – ઉપલેટા 75 વિધાન સભાની સીટ ઉપર પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે હવે ભાજપે છેવાડાના મતદારો સુધી પહોંચવા માટે માટે ડોર્ ટુ ડોર પ્રચાર સાથે ખાટલા બેઠકોની નીતિ અમલમાં મૂકી છે. ધોરાજીની સીટ પર કુલ 2,68,475 મતદારો છે 1,38,708 જેટલા પુરુષ મતદારો છે અને 129766 જેટલા સ્ત્રી મતદારો છે. આ તમામ મતદાતા સુધી પહોંચાડવા આ તમામ મતદારો સુધી પહોંચવાનું આયોજન કર્યું છે.

ભાજપનો મતદારો સુધી પહોંચવા છેલ્લી ઘડીનો ધમધમાટ

ધોરાજી ઉપલેટા 75 વિધાન સભાની સીટ ઉપર પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે હવે ભાજપે છેવાડાના મતદારો સુધી પહોંચવા માટે માટે ડોર્ ટુ ડોર પ્રચાર સાથે ખાટલા બેઠકોની નીતિ અમલમાં મૂકી છે. ધોરાજીની સીટ પર કુલ 2,68,475 મતદારો છે 1,38,708 જેટલા પુરુષ મતદારો છે અને 129766 જેટલા સ્ત્રી મતદારો છે. આ તમામ મતદાતા સુધી પહોંચાડવા આ તમામ મતદારો સુધી પહોંચવાનું આયોજન કર્યું છે.

ભાજપે ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા દ્વારા પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા અને ભાજપ ના આગેવાન જગદીશ કોટડીયા અને પુનિત ચોવટીયા કાંતિ ભાઈ માકડિયા દ્વારા એક અનોખું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં મતદારો ને મતદાન મથક સુધી પહોંચાડવા માટે સ્થાનિક કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભાજપે કાર્યકરોનું અલગ અલગ ગ્રુપ બનાવ્યું છે જે મતદાતાઓ સાથે મુલાકાત કરી રહ્યું છે અને હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો ખેતર એ જતા પહેલા મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. ધોરાજી ઉપલેટા બેઠક પર વાત કરીએ તો અહીં લેઉવા પટેલ સમાજના કુલ 38,000 મતદારો છે તો 36,000 લઘુમતી સમાજ ના મતદારો છે અનુ સૂચિતજાતિના 24,000 અને કોળી સમાજ ના 19,000 અને આહીર સમાજના 17 હજાર મતદારો છે અને ક્ષત્રિય સમાજ ના 6,000 મતદારો છે. તો ગત ચૂંટણીમાં ભાજપ માંથી પૂર્વ સાંસદ હરી પટેલની લલિત વસોયા સામે 25,000 જેટલા મતોથી હાર થઈ હતી. ગત ટર્મમાં પાટીદાર અનામત આંદોલનનું ફેક્ટર ચાલી ગયું હતું અને ગત ટર્મમાં પણ લેઉવા અને કડવા પાટીદાર સમાજ ના ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો, પરંતુ પાટીદાર ફેક્ટર ચાલી જતા ભાજપના હરિભાઈ પટેલ હારી ગયા હતા અને લલિત વસોયા ને 25000 મત થી જંગી લીડ મળી હતી

મતદારો સુધી ભાજપના વિકાસ ના મુદ્દો પહોંચાડવા માટે આપવામાં આવી રહ્યું છે માર્ગદર્શન

રાત્રે ધોરાજી માં ભાજપ ના આગેવાનો ને સાથે રાખી અને પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા ભાજપ ના કાર્યકરો ને માર્ગદર્શન આપી રહ્યા છે કે ભાજપ એ કરેલ વિકાસ ના કામો ને લોકો સુધી પહોંચાડવા માં આવે અને મતદાન મથક સુધી મતદારો પહોંચી જાય એ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.  તેમજ કાર્યકરો  ચાની કીટલી પર તેમજ પાનના ગલ્લે જઈને પણ પ્રચાર કરી રહ્યા છે.

લલિત વસોયા સામે બાકી રહેલા કાર્યો  પડકાર રૂપ, આમ આદમી પાર્ટી નહિવત અસર કરતા રહેશે

ગત ટર્મમાં લલિત વસોયા 25 હજાર મત ની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો પરંતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં અનેક વિકાસ ના કામો લલિત વસોયા એ મંજૂર કરાવ્યા પરંતુ અમુક વિસ્તારો માં વિકાસ ના કામો રોડ રસ્તા પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નો અભાવ ને કારણે અમુક વિસ્તાર માં રોષ છે. ધોરાજીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ત્રણ પાટીદારોને મેદાને ઉતાર્યા છે ભાજપમાંથી કડવા પટેલ કોંગ્રેસમાંથી લેઉવા પટેલ અને આમ આદમી પાર્ટી એ પણ લેઉવા પટેલ ને મેદાન માં ઉતાર્યા છે ત્યારે હવે ત્રણેય પાટીદારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ હુસૈન કુરેશી, ધોરાજી ઉપલેટા ટીવી9

Published On - 2:57 pm, Wed, 30 November 22

Next Article