Gujarat Election 2022: ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ કર્યું મતદાન, અમદાવાદના દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ, મહેસાણામાં મૂકેશ પટેલ તો વડોદરામાં યોગેશ પટેલે કર્યું મતદાન

બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

Gujarat Election 2022: ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ કર્યું મતદાન, અમદાવાદના દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ, મહેસાણામાં મૂકેશ પટેલ તો વડોદરામાં યોગેશ પટેલે કર્યું મતદાન
BJP And congress Candidates cast vote
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 10:47 AM

ગુજરાતમાં ભારે ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ   થયો છે ત્યારે નાગરિકોની સાથે સાથે  ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારોએ પણ પોત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નાગરિકો સવારથી જ મતદાનની પ્રક્રિયામાં જોડાઈ ગયા હતા અને પોલિંગ બૂથ ઉપર લાઇન લગાવીને ઉભા હતા. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં  કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો એલિબ્રિજ વિસ્તારમાં  ભાજપના  એલિસબ્રિજ વિસ્તારના અમિત શાહે સપરિવાર મતદાન કર્યું હતું. જયારે મહેસાણામાં ભાજપના ઉમેદવાર મૂકેશ પટેલે મતદાન સંપન્ન કર્યું હતું. અમિત શાહે પોતાના પરિવાર સાથે  વાસણા ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું  હતું. તો વડોદરામાં દિગ્ગજ ઉમેદવાર યોગેશ પટેલે પણ મતદાન કર્યું હતું.

ગુજરાત ચૂંટણી 2022: કુલ 2 કરોડ 51 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બીજા તબક્કામાં કેટલા ઉમેદવાર ?

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">