Gujarat Assembly Election : અમદાવાદની હાઈ પ્રોફાઈલ બેઠક પર ઉમેદવાર ‘ડોર ટુ ડોર’ પ્રચારમાં ઉતર્યા, કોંગ્રેસના ગઢમાં ભાજપને મળશે ફાયદો ?

|

Nov 21, 2022 | 8:53 AM

આ બેઠક પર વર્ષ 2017 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ભાજપના ઉમેદવાર જાગરૂપસિંહ રાજપૂતને 3 હજાર 67 મતોથી હરાવ્યા હતા, ત્યારે હવે આગાચૂંટણીમાં આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.

Gujarat Assembly Election : અમદાવાદની હાઈ પ્રોફાઈલ બેઠક પર ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચારમાં ઉતર્યા, કોંગ્રેસના ગઢમાં ભાજપને મળશે ફાયદો ?
Bapunagar Assembly Seat

Follow us on

 ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે અને કોણ હારશે, તે તો આગામી 8 ડિસેમ્બરે જ ખબર પડશે, પરંતુ જીત અંકે કરવા ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. તો ઉમેદવારો પણ પોતાની જીત માટે પૂરબહારમાં પ્રચાર કરી રહ્યા છે. વાત કરીએ બાપુનગર બેઠકની તો વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ભાજપના ઉમેદવાર જાગરૂપસિંહ રાજપૂતને 3 હજાર 67 મતોથી હરાવ્યા હતા, ત્યારે હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.

કાર્યકરમાંથી ઉમેદવાર બનેલા દિનેશ કુશવાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

 ગુજરાત ઈલેક્શન 2022 : આ બેઠક પર કાર્યકરમાંથી ઉમેદવાર બનેલા દિનેશ કુશવાહને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે જનતા વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ દિનેશ કુશવાહ કરી રહ્યા છે. દિનેશ કુશવાહનું કહેવું છે કે આ ચૂંટણીમાં 15 હજારથી વધુ મતોથી આ બેઠક પર ભાજપની જંગી જીત થશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

હિંમતસિંહ પટેલ પગપાળા ઘરે-ઘરે જઈને કરી રહ્યા છે પ્રચાર

 ગુજરાત ઈલેક્શન 2022 : તો બીજી હિંમતસિંહ પટેલ પગપાળા ઘરે-ઘરે જઈને મતદારોને તરફ બાપુનગર બેઠક પર ગત ટર્મના વિજેતા અને ધારાસભ્ય એવા કોંગ્રેસના હિમતસિંહ પટેલ મેદાનમાં છે.એક તરફ જ્યાં ભાજપના ઉમેદવાર બાઈક રેલી અને રોડ શો કરીને પ્રચાર કરી રહ્યા છે, ત્યાં હિંમતસિંહ પટેલ પગપાળા ઘરે-ઘરે જઈને મતદારોને મળી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે.. ‘કોંગ્રેસનું કામ બોલે છે’ના સૂત્ર સાથે પ્રચાર કરી રહેલા હિંમતસિંહ પટેલે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં ભાજપના શાસનમાં મોંઘવારી, બેરોજગારી અને બેકારી વધી છે. જેનાથી ત્રસ્ત પ્રજા હવે બદલાવ ઈચ્છી રહી છે.

Next Article