Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલનું વધુ એક વચન, ગૌશાળા અને પાંજરાપોળ માટે જાહેર કરી સહાય
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ રોજના 40 રૂપિયા આપશે.
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ (Gujarat vidhansabha Election 2022) વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા વિવિધ જાહેરાત કરી રહી છે. ત્યારે ગત રોજ ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) વધુ એક જાહેરાત કરી હતી અને તેમાં પાંજરાપોળના સંચાલકોને રાહત આપવાનું વચન આપ્યું હતું.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ રોજના 40 રૂપિયા આપશે. આ સહાય પાંજરાપોળમાં રહેતી, ગૌશાળામાં રહેતી અને રસ્તા પર રખડતી ગાયો માટે આપવામાં આવશે. સાથે જ તેમણે જાહેરાત કરી કે દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવાશે અને ગાય માટે જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે. તેમણે કહ્યું કે- દિલ્લીમાં ગાય માટે રોજના 40 રૂપિયા અપાય છે જેમાં 20 રૂપિયા દિલ્લી સરકાર અને 20 રૂપિયા નગરનિગમ આપે છે. મહત્વનું છે કે કેજરીવાલ આ પહેલા મફત વીજળી અને મફત શિક્ષણ સહિત ઘણી જાહેરાતો કરી ચૂક્યા છે.
જૂનાગઢમાં (Junagadh) અરવિંદ કેજરીવાલની મહિલાઓ માટે ફરી એક વાર જાહેરાત કરતા કહ્યું હતું કે 18 વર્ષથી ઉપરની મહિલાઓના ખાતામાં રૂ.1000 જમા કરીશું તેમજ એક જ ઘરની મહિલાઓને પણ અલગ અલગ રૂપિયા 1000 મળશે.
આ પૂર્વે અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઇ કામદારોને પણ વિવિધ ગેરંટી આપી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો છે. આ દરમ્યાન કેજરીવાલે કર્મચારીઓને 4 વાયદા કર્યા હતા કેજરીવાલે જણાવ્યું કે જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો હંગામી કર્મચારીઓને કાયમી કરાશે. આ ઉપરાંત સમાન કામ, સમાન વેતનનો નિયમ લાગુ કરવામાં આવશે. તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા નાણા જમા કરવામાં આવશે.