AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : અમદાવાદ કલેકટરે મતદાન સમયે ઓળખના પુરાવા તરીકે આ દસ્તાવેજ સાથે રાખવા અપીલ કરી

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટરના જણાવ્યા અનુસાર 05 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જે બાબતે ચૂંટણી પંચની સૂચનાનુસાર તમામ મતદારોને નીચે દર્શાવેલ બાબતોની તકેદારી રાખવા વિનંતી છે.

Gujarat Election 2022 : અમદાવાદ કલેકટરે મતદાન સમયે ઓળખના પુરાવા તરીકે આ દસ્તાવેજ સાથે રાખવા અપીલ કરી
Ahmedabad Voting
Darshal Raval
| Edited By: | Updated on: Dec 04, 2022 | 5:15 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજવવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેના પગલે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટરનાજણાવ્યા અનુસાર 05 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જે બાબતે ચૂંટણી પંચની સૂચનાનુસાર તમામ મતદારોને નીચે દર્શાવેલ બાબતોની તકેદારી રાખવા વિનંતી છે. જેમાં મતદાન મથક ખાતે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ લઇ જવા પર પ્રતિબંધ છે. તેમજ મતદાર કાપલી મતદાન માટે માન્ય પુરાવા તરીકે ગણાશે નહી.

આ ઉપરાંત મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નીચેના પૈકી એક અસલ દસ્તાવેજ (ડિજિટલ કે ઝેરોક્ષ કોપી માન્ય ગણાશે નહી.) રજૂ કરવાનો રહેશે.

  1. આધારકાર્ડ
  2. મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
  3. બેન્ક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,
  4. શ્રમ મંત્રાલયનો યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
  5. ડ્રાઇવિંગ લાઇસન્સ,
  6. પાનકાર્ડ,
  7. એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
  8. ભારતીય પાસપોર્ટ,
  9. ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ,
  10. કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો,
  11. સંસદ સભ્યો, ધારાસભ્યો વિધાનસભા પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
  12. Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર

g clip-path="url(#clip0_868_265)">