લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તારીખ 03/11/2022 થી 18/11/2022 સુધી કુલ 21,704 કેસ કરવામાં આવ્યા છે, જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Follow us on
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અગત્યની કામગીરીમાં 710 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1058 સ્ટેટિંક સર્વેલન્સ ટીમ કાર્યરત છે. આ અંગે લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તારીખ 03/11/2022 થી 18/11/2022 સુધી કુલ 21,704 કેસ કરવામાં આવ્યા છે ,જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 17,88,070 રૂ. નો દેશી દારૂ અને 9,04,48.053 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા 13,44,98,304 રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427 નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.
રાજ્યમાંવિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાંઅંગેની કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.
ગુજરાત ઇલેક્શન2022: જ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ પર સઘન કામગીરી
રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 સ્ટેટિક સર્વેલન્સ ટીમ તથા 546 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા 55,470રૂનો IMFL,78,00,000રૂ ના ઘરેણાં તથા 10,64,700રૂની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 89,20,170 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા 1,450રૂ. નો IMFL,48,34,440 રોકડા રૂપિયા તથા 7,58,000 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા. 55,93,890 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. લોકલ પોલીસ દ્વારા 2,02,42,940 રોકડા રૂપિયા 2,30,23,565 રૂપિયાના ઘરેણાં,61,57,05,184 રૂ. ના NDPS પદાર્થો તથા 47,70,424 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 66,37,42,113 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.710 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1058 સ્ટેટિંક સર્વેલન્સ ટીમ કાર્યરત