AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: પોરબંદર અને કુતિયાણામાં 117 સંવેદનશીલ મથકો પર રહેશે પોલીસની બાજનજર, ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે 1600 કર્મચારીઓ

પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વિશે માહિતી આપતા જીલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીએ જણાવ્યું હતું કે, જીલ્લામાં ચૂંટણી અનુસંધાને 1600  કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જે પૈકી  800 પોલીસ કર્મચારીઓ કે જેમાં લોકરક્ષકથી માંડીને ડી.એસ.પી. સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

Gujarat Election 2022: પોરબંદર અને કુતિયાણામાં 117 સંવેદનશીલ મથકો પર રહેશે પોલીસની બાજનજર, ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે 1600 કર્મચારીઓ
પોરબંદરમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 3:32 PM
Share

આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે  પોરબંદર જિલ્લામાં   800  પોલીસ જવાન તેમજ 800 હોમગાર્ડના  જવાનો ફરજ બજાવશે.  તેમજ  177  સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની ચાંપતી નજર રહેશે.  પોરબંદરમાં કુલ  લાખ 65  હજાર 280 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.   પોરબંદર અને કુતિયાણા વિધાનસભા સીટની વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર તથા અર્ધલશ્કરી દળના જવાનો સુસજ્જ બન્યા છે. પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વિશે માહિતી આપતા જીલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીએ જણાવ્યું હતું કે, જીલ્લામાં ચૂંટણી અનુસંધાને 1600  કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જે પૈકી  800 પોલીસ કર્મચારીઓ કે જેમાં લોકરક્ષકથી માંડીને ડી.એસ.પી. સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 800 ૦ હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવશે. અર્ધલશ્કરી દળોની 10  ટુકડીઓ સુરક્ષા બંદોબસ્ત માટે જોડાશે.

ગુજરાત ઇલેક્શન 2022ઃ પોરબંદરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ટુકડીઓ પોરબંદર આવી પહોંચી છે અને જુદા જુદા વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરી રહી છે. જિલ્લામાં 177  ક્રીટીકલ મતદાન મથકો ઉપર ખાસ બાજનજર રાખવામાં આવશે અને 8 ચેકપોસ્ટ પણ કાર્યરત થઇ ગઇ છે. જે નાણા કે અન્ય વસ્તુઓની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખી રહી છે. ઉપરાંત ભૂતકાળમાં ગુન્હાખોરી સાથે સંકળાયેલા શખ્સો સામે અટકાયતી પગલાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 151 થી લઇને હદપાર અને પાસા સુધીના પગલા લેવામાં આવ્યા છે. એ સિવાય સોશિયલ  મીડિયા મારફતે કોઈ અફવા ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડીયાની પોસ્ટ ઉપર પણ ખાસ નજર રાખવામાં આવશે. અને આવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પોલીસ દ્વારા અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ સાથે અલગ અલગ વિસ્તાર માં સઘન ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું સંવેદનશીલ મતદાન મથકો પર ફલેગમાર્ચ પણ કરવામાં આવશે.

જાણો પોરબંદર જિલ્લાની તમામ મહત્વની  ચૂંટણીલક્ષી વિગતો

પોરબંદર  કુલ 2,65, 280 મતદારો

  • સ્ત્રી મતદારો 1,30,099
  • પુરૂષ  મતદારો -1, 35, 175
  • થર્ડ ઝેન્ડર કુલ – 6

કુતિયાણા બેઠક પર કુલ મતદારો  2 , 25, 763

  • સ્ત્રી મતદારો – 1,94,11 પુરુષ મતદારો- 1,16 ,347 થર્ડ ઝેન્ડર -5

કુલ ઈવીએમ- 1000 થી વધુ

જિલ્લા માં કુલ મતદાન મથકો 494

  • પોરબંદર બેઠક પર 255 મતદાન મથકો
  • કુતિયાણા બેઠક પર 239 મતદાન મથકો
  • સુરક્ષામાં કેટલો બંદોબસ્ત – 1200 થી વધુ

પોરબંદર અને કુતિયાણામાં આટલા ઉમેદવારો ઉતર્યા છે ચૂંટણી જંગમાં

  • પોરબંદર બેઠક પર 11 ઉમેદવાર
  • કુતિયાણા બેઠક પર 13 ઉમેદવાર
  • 177 સંવેદનશીલ મતદાન મથક
  • અતિસંવેદનશીલ મથકો- 0
  • 3000 જેટલો  પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે

વિથ ઇનપુટ ક્રેડિટ: હિતેષ ઠકરાર, પોરબંદર ટીવી9

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">